તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભેદ ઉકેલાયો:રાજકોટમાં હોળીમાં ચણા નાખવા બાબતે પતિએ કોસના ઘા મારી પત્નીની હત્યા કરી'તી, આરોપી પતિની ધરપકડ, 3 સંતાન નોંધારા બન્યા

રાજકોટએક મહિનો પહેલા
પત્નીની હત્યા કરનાર આરોપી પતિની ધરપકડ.
  • થોડા દિવસ પહેલા મિકેનિકલ એન્જિનિયરને છરીનો ઘા મારી લૂંટ ચલાવનાર પાંચ શખ્સ ઝડપાયા

રાજકોટની ભાગોળે ત્રંબા ગામમાં વાડી વાવતા છોટા ઉદેપુરના આદિવાસી શ્રમિકે હોળીની રાતે પ્રગટાવેલી હોળીમાં ચણા નાખવા મુદ્દે થયેલા ઝગડામાં લોખંડની કોસના ઘા ઝીંકીને પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસે ખેડૂતની ફરિયાદ પરથી હત્યાનો ગુનો નોંધી આરોપીને ધરપકડ કરી છે. માતાનું મોત અને પિતા જેલહવાલે થતા ત્રણ સંતાન નોંધારા બન્યા છે.

રાજકોટની ભાગોળે ત્રંબાની સીમમાં આવેલી વાડીમાં હોળીની રાત્રે પતિએ પત્નીને લોખંડની કોશ ફટકારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. હોળીમાં ચણા હોમવાનું પતિ ભૂલી જતા પત્નીએ બોલાચાલી શરૂ કરી હતી, ઉશ્કેરાયેલા પતિએ લોખંડની કોશ મારી પત્નીને હંમેશા માટે શાંત કરી દીધી હતી. પોલીસે આરોપીને સકંજામાં લઇ તપાસ આગળ ધપાવી હતી.

ત્રંબામાં બસ સ્ટેશનની સામે રહેતા વાડી માલિક ધર્મેશભાઇ કરશનભાઇ ટીંબળિયા (ઉ.વ.43)એ હત્યાના બનાવ અંગે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેની જ વાડીમાં ખેતીકામ કરતાં છોટાઉદેપુરના ભૂમસવાડા ગામના મનકર નાનજી રાઠવાનું નામ આપ્યું હતું. ધર્મેશભાઇઅએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.28ને રવિવારે હોળીની રાત્રે તેમની બાજુની વાડી વાળા હિતેષભાઇ કુમારખાણિયાનો તેમના પર ફોન આવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે, તેમનો ખેતમજૂર મનકર રાઠવા અને તેની પત્ની ઝઘડો કરી રહ્યા છે, જાણ થતાં જ વાડીમાલિક ધર્મેશભાઇ અને ત્રંબાના સરપંચ નીતિનભાઇ રૈયાણી વાડીએ પહોંચ્યા હતા, પોતે વાડીએ પહોંચ્યા ત્યારે ખેતમજૂર મનકર ખાટલાની નજીક બેઠો હતો અને તેની પત્ની ઇલમા (ઉ.વ.29) ખાટલા પર સૂતેલી હાલતમાં હતી, તેના માથા પરથી લોહી વહેતું હતું.

ઘટના અંગે જાણ કરાતા આજી ડેમ પોલીસ અને 108નો સ્ટાફ દોડી ગયો હતો. 108ના સ્ટાફે જોઇ તપાસીને ઇલમાબેનને મૃત જાહેર કરી હતી, ઘટના અંગે મનકર રાઠવાએ પોલીસ સમક્ષ કબૂલાત આપતા કહ્યું હતું કે, તેમણે વાડીમાં નાની હોળી બનાવી હતી, હોળી પ્રગટાવ્યા બાદ યાદ આવ્યું હતું કે, મનકર હોળીમાં ચણા હોમવાનું ભૂલી ગયો હતો, જે બાબતે પત્ની ઇલમાએ ઝઘડો શરૂ કર્યો હતો, પત્નીની ટકટકથી કંટાળી મનકર ઉશ્કેરાયો હતો અને તેણે બાજુમાં પડેલી લોખંડની કોશ ઉપાડી પત્નીને તેના ઘા માથામાં ઝીંકી દીધા હતા. પત્ની લોહિયાળ હાલતમાં નીચે પટકાતા તેને ઉઠાવીને ખાટલા પર સુવડાવી દીધી હતી. બનાવ હત્યાનો હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે મનકર રાઠવાની અટકાયત કરી હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, છોટાઉદેપુર પંથકનો મનકર એક વર્ષથી ધર્મેશભાઇની વાડીમાં કામ કરે છે તેને સંતાનમાં ત્રણ પુત્રી છે. ઘટનાને પગલે મનકરના પરિવારજનો વતનથી દોડી આવ્યા હતા અને ત્રણેય બાળકીઓને વતનમાં લઇ ગયા હતા. હોળીની રાત્રે પતિના હાથે પત્નીની હત્યાની વાતથી ત્રંબા ગામમાં ચકચાર મચી ગઇ હતી.

પત્નીની હત્યા કર્યા બાદ પતિ હતપ્રભ બનીને બાજુમાં જ ઉભો રહ્યો હતો
ત્રંબા ગામમાં રહેતા ધર્મેશભાઇ કરસનભાઇ ટીંબડીયાનું ખેતર ગઢકા રોડ પર આવેલું છે. આ ખેતર છેલ્લા એક વર્ષથી છોટા ઉદેપુરના કતવાલી ગામનો મનકર નાનજીભાઇ રાખડાને ભાગમાં વાવવા આપ્યું છે. મનકર તેની પત્ની ઇલમા અને ત્રણ સંતાન સાથે ખેતરમાં જ ઓરડી બનાવીને રહે છે. ધર્મેશભાઇના ખેતરની બાજુમાં જ ખેતર ધરાવતા હિતેષ મેરામભાઇ કુમારખાણીયાએ હોળીની રાતે સાડા અગીયાર વાગે ધર્મેશભાઇને ફોન કરીને તેમના ખેતરમાં રહેતો મજૂર મનકર અને તેની પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડો ચાલે છે તેવી વાત કરી હતી. આથી ધર્મેશભાઇ તરત જ ગામના સરચંચ નીતિનભાઇ રૈયાણી સાથે ખેતરે પહોંચ્યા હતા. વાડીના રૂમમાં જઇને જોતા ખાટલા ઉપર શ્રમિકની પત્ની ઇમલા લોહીયાળ હાલતમાં ખાટલામાં બેભાન અવસ્થામાં પડી હતી અને બાજુમાં શ્રમિક હતપ્રભ બનીને ઉભો હતો.

ખેતરમાં જ નાની હોળી બનાવીને પ્રગટાવી હતી
ધર્મેશભાઇએ શું બનાવ બન્યો? તેમ પૂછતા શ્રમિક મનકરે જે વિગત કહી એ મુજબ, હોળીનો તહેવાર હોવાથી તેણે ખેતરમાં જ નાની હોળી બનાવીને પ્રગટાવી હતી, ધાર્મિક પરંપરા મુજબ, પ્રગટાવેલી હોળીમાં ચણા નાખવાના હોય છે. પરંતુ પોતે ચણા નાખતા ભૂલી ગયો હોવાથી હોળીમાં ચણા કેમ નથી નાખ્યા તેમ કહીને ઝગડો શરૂ કરતા ઉશ્કેરાટમાં બાજુમાં પડેલી લોખંડની કોસ ઉપાડીને પત્નીના માથામાં ફટકા મારી દીધા હતા. મજૂરની વાત સાંભળ્યા પછી સરપંચે પોલીસને જાણ કરી હતી તેમજ 108ને પણ બોલાવી લીધી હતી. જોકે 108માં હાજર તબીબે ઇલમાબેનને મૃત જાહેર કર્યા હતા.

લૂંટ કરનાર પાંચ શખ્સની ધરપકડ કરાઇ.
લૂંટ કરનાર પાંચ શખ્સની ધરપકડ કરાઇ.

મિકેનિકલ એન્જિનિયરને લૂંટનાર પાંચ શખ્સ ઝડપાયા
મોરબીની એ ટુ ઝેડ એન્જિનિયરિંગ કંપનીમાં કામ કરતા અને કોઠારીયા ગામે રહેતા દિલીપભાઈ જગદીશભાઈ મોડાસીયા થોડા દિવસ પહેલા રાત્રે નવેક વાગ્યે નોકરીમાંથી ઘરે પરત ફરી રહ્યાં હતા. ત્યારે ચાલીને રેલવેના પાટા ઓળંગતી વખતે લૂંટારું ટોળકી આવી હતી અને છરીનો ઘા મારી લૂંટ ચલાવી ફરાર થઈ ગઈ હતી. ઈજાગ્રસ્ત યુવાનને તત્કાલ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે પાંચ શખ્સની ધરપકડ કરી છે.

ઝડપાયેલા પાંચ આરોપીઓ
પોલીસે પાંચ શખ્સની ધરપકડ કરી તેમાં કિશન હસમુખભાઇ અગેસાણીયા, ધર્મેશ પરષોત્તમભાઇ સોલંકી, સુનિલ ભાવેશભાઇ શિયાળ, રાહુલ સુનિલભાઇ સોલંકી અને કુલદીપ સુનિલભાઇ સોલંકીનો સમાવેશ થાય છે. આ પાંચેય શખ્સ રિક્ષા ડ્રાઇવર કે પેસેન્જરનો સ્વાંગ રચી કોઇ અવાવરૂ જગ્યાએ ઉભા રહી ત્યાંથી અવર-જવર કરતા એકલા રાહદારીઓને ટાર્ગેટ બનાવી તેમને રોકીને તિક્ષ્ણ હથિયાર બતાવી તેની પાસે રહેલી રોકડ, મોબાઇલ ફોન વગેરે કિંમતી ચીજવસ્તુઓ કાઢી લઇ લૂંટી ત્યાંથી નાસી ગુનો કરવાની ટેવ ધરાવે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો