તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:પાણી ફેંકતી વખતે વીજતારને અડી જતાં પરિણીતાનું મોત

રાજકોટ5 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • કોઠારિયા ગામ પાસે મંગળવારે બનેલો બનાવ
 • સુખરામનગરના યુવાનનો દવા પી આપઘાત

શહેરમાં સોમવારે બકરાંના ચારા માટે પાંદડાં તોડવા ઝાડ પર ચડેલા પ્રૌઢનું વીજકરંટ લાગવાથી મોત નીપજ્યાનો બનાવો બન્યો હતો. ત્યાં આજે બાલ્કનીમાંથી પાણી ફેંકતી વખતે વીજવાયર અડી જતાં નવોઢાનું મોત નીપજ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. અન્ય એક બનાવમાં યુવાને ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી છે.બનાવની વિગત મુજબ કોઠારિયા ગામમાં આવેલા રામેશ્વર પાર્ટી પ્લોટ પાસે રહેતી શ્રદ્ધા નિર્ભય પટોડિયા નામની પરિણીતાનું મંગળવારે વીજકરંટ લાગવાથી મોત નીપજ્યું છે. બનાવની જાણ થતા આજી ડેમ પોલીસમથકના હેડ કોન્સ.મનહરસિંહ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.

પોલીસ તપાસમાં શ્રદ્ધાબેન આજે સવારે ઘરમાં કચરાપોતા કર્યા બાદ બાલ્કનીમાંથી પાણી ફેંકી રહ્યા હતા. ત્યારે બાલ્કનીની બાજુમાંથી પસાર થતા વીજવાયરને શ્રદ્ધાબેન અડી જતાં જોરદાર કરંટ લાગ્યો હતો અને જમીન પર ફસડાઇ પડી હતી અને સ્થળ પર જ મોત નીપજ્યું હતું. કારખાનું ધરાવતા નિર્ભયભાઇએ જણાવ્યું કે, તેના લગ્ન હજુ ગત ઓક્ટોબર મહિનામાં થયા હતા.

બીજા બનાવમાં કોઠારિયા રોડ, સુખરામનગરમાં રહેતા પોલા દાનાભાઇ હુંબલ નામના યુવાનનું સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. ભક્તિનગર પોલીસમથકના પીએસઆઇ ડી.એ.ધાંધલ્યાની તપાસમાં પોલાભાઇ આજે સવારે ઘર પાસે આવેલા બગીચામાં ઝેરી દવા પી ઘરે આવી જાણ કરી હતી. જેથી પરિવારજનો તુરંત હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં ટૂંકી સારવારમાં મોત નીપજ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો