પડધરી પંથકના સરપદડ ગામે પરિણીતાએ અને તરઘડી ગામના યુવાને જિંદગી ટૂંકાવી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પ્રથમ બનાવમાં સરપદડ ગામે સોમવારે સાંજે કુંજલબેન અલ્પેશભાઇ ડાભી નામની પરિણીતાએ તેના ઘરે છતના હૂકમાં સાડી વડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
બનાવની જાણ થતા પોલીસ બનાવ સ્થળે દોડી ગઇ હતી. મૃતક કુંજલના પતિ અલ્પેશની પૂછપરછમાં તે શાકભાજી-ફ્રૂટ વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પત્ની કુંજલ પિયર આમરણ જવાની જિદ કરતી હોય પોતે શાકભાજી-ફ્રૂટનું વેચાણ કરી દીધા બાદ સાંજે આમરણ જવાની વાત કરી પોતે બજારમાં જતો રહ્યો હતો. સાંજે પરત આવતા પત્નીને લટકતી હાલતમાં જોઇ હતી.
જયારે તરઘડી ગામે રહેતા 30 વર્ષના હેમંત હરિભાઇ ગોહિલ નામના યુવાને પાંચ દિવસ પહેલાં એસિડ પી લેતા સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં પાંચ દિવસની સારવાર કારગત નહિ નિવડતા મોત નીપજ્યું હતું. હેમંતના માતાનું પડી જવાથી 20 દિવસ પહેલાં જ મોત નીપજ્યું હતું. માતાના મૃત્યુ બાદ તે ગુમસુમ રહ્યાં કરતો હોય માતાના વિયોગમાં હેમંતે પગલું ભરી લીધાનું પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.