તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:રાજકોટમાં પરિણીતાનો ગળેફાંસો ખાઇ આપઘાત, પિતાએ પતિ, સાસુ, સસરા અને નણંદ દહેજ માટે ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસે દહેજધારાની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

રાજકોટના નવલનગર વિસ્તારમાં રહેતી પરિણીતાએ ગત 8 જુનના રોજ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધાના બનાવમાં તેણીને દહેજ માટે પતિ, સાસુ, સસરા અને નણંદે ત્રાસ આપતાં તે મરી જવા મજબૂર થયાની ફરિયાદ પરિણીતાના વાંકાનેર સ્થિત પિતાએ નોંધાવી છે.

દહેજધારાની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
પોલીસે વાંકાનેર કુંભારપરા-2 ખાતે રહેતાં કાંતિભાઇ વિરજીભાઇ પરમારની ફરિયાદ પરથી રાજકોટ નવલનગર 9/17 ના ખુણે રહેતાં તેમની આપઘાત કરનાર દિકરીના પતિ ગૌરવ ચંદ્રવદન કારેલીયા, સસરા ચંદ્રવદન કારેલીયા, સાસુ લત્તાબેન ચંદ્રવદન કારેલીયા અને નણંદ નિશાબેન સામે આઇપીસી 306, 498 (ક), 114, દહેજધારાની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

દીકરીના લગ્ન અઢી વર્ષ પહેલા થયા હતા
મૃતકના પિતા કાંતિલાલ પરમારે ફરિયાદમાં જણાવ્યું છે કે, હું મારી પત્નીની સાથે રહું છું અને નિવૃત્ત જીવન જીવું છે. મારે પાંચ દીકરીઓ છે. જેમાં સૌથી નાની દીકરીના લગ્ન અઢી વર્ષ પહેલા તા. 31/1/2019 ના રોજ રાજકોટ નવલનગરના ગૌરવ ચંદ્રવદન કારેલીયા સાથે જ્ઞાતિના રિતરિવાજ મુજબ થયા હતાં. લગ્નના આઠ દિવસ પછી દિકરીને અમે વાયણું કરવા અમારા ઘરે લાવ્યા હતાં.

તારા પપ્પાને કહેજે કે પ્રોવિડન્ટ ફંડની રકમમાંથી ઓફિસ લઇ દે
વધુમાં ફરિયાદી પિતાએ જણાવ્યું હતું કે,તે વખતે તે ખુબ ઉદાસ દેખાતી હોઇ અમે તેને પુછતાં તે રડવા માંડી હતી અને કહ્યું હતું કે તેને તેના સાસુ, સસરા, નણંદ અને પતિ 'તારા પપ્પાએ કરિયાવર ઓછો આપ્યો છે' તેમ કહી મેણાટોણા મારે છે. તેમજ એવું પણ કહેતાં કે 'તારા પપ્પાને કહેજે કે પ્રોવિડન્ટ ફંડની રકમમાંથી ગોૈરવકુમારને ઓફિસ લઇ દે'. આ વાત મારી દિકરીએ અમને જતી કરવા કહ્યું હતું.

પોલીસે કાર્યવાહી શરુ કરી
વધુમાં ફરિયાદી પિતાએ જણાવ્યું હતું કે,એ પછી આજથી એકાદ વર્ષ પહેલા દિકરીના સાસુ લત્તાબેનને પગમાં ગેંગરીન થઇ જતાં તેને ઓપરેશન કરાવવું પડેલુ અને પગ કપાવવો પડ્યો હતો. ત્યારે પણ જમાઇ ગૌરવ અને વેવાઇ ચંદ્રવદનભાઇએ મારી પાસે દોઢ લાખ રૂપિયા માંગ્યા હતાં. પણ હું નિવૃત હોઇ પૈસાની સગવડ થઇ શકી નહોતી. એ બાબતે પણ મારી દિકરીને સતત મેણાટોણા મારવામાં આવતાં હતાં કે તારા બાપે અમને સારવાર માટે પણ કંઇ આર્થિક મદદ ન કરી. માલવિયાનગર પોલીસે આ ફરિયાદ પરથી આરોપીને પકડવા કવાયત હાથ ધરી છે.