આપઘાત:ફાંસો ખાઇ પરિણીતાનો આપઘાત, પતિ ત્રાસ આપતો હોવાનો આક્ષેપ

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બહેનના ઘરેથી સાંજે સાસરે ગઇ, બીજા દિવસે પગલું ભરી લીધું
  • મૃતકની બહેને હત્યાનો આક્ષેપ કરતાં પોલીસે ફોરેન્સિક નિષ્ણાત પાસે પીએમ કરાવ્યું

મોરબી રોડ પરના બેડી હડમતિયા રહેતી પરિણીતાએ ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો, પરિણીતાની લાશને સાસરિયાઓએ નહીં પરંતુ પાડોશીઓએ હોસ્પિટલ ખસેડતા બનાવ હત્યાનો હોવાની એક તબક્કે શંકા ઊઠી હતી, પરંતુ પરિણીતાએ પતિના ત્રાસથી કંટાળી પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.

બેડી હડમતિયા ગામે રહેતી ટ્વિંકલ હરદાસ ડોડિયા (ઉ.વ.27)ને ગુરુવારે બપોરે બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી, ઘટનાની જાણ થતા કુવાડવા રોડ પર રહેતા મૃતકના મોટાબેન શીતલબેન સહિતના લોકો હોસ્પિટલે દોડી ગયા હતા, શીતલબેને જણાવ્યું હતું કે, પાંચ બહેન અને એક ભાઇમાં ટ્વિંકલ સૌથી નાની હતી અને ત્રણ વર્ષ પૂર્વે તેના લગ્ન હરદાસ ડોડિયા સાથે થયા હતા, તેને સંતાનમાં દોઢવર્ષની પુત્રી હેમાંશી છે, પતિ હરદાસ ચાંદીકામ કરે છે.

શીતલબેને આક્ષેપ કર્યો હતો કે, ટ્વિંકલને થોડા દિવસ પૂર્વે તેના પતિએ મારકૂટ કરી હતી, અને બુધવારે જ ટ્વિંકલ તેમના ઘરે આવી હતી ત્યારબાદ પતિ સાથે વીડિયોકોલથી વાત કરી હતી અને સાંજે તેનો પતિ તેને તેડી ગયો હતો, લાશને પાડોશીઓ લઇને આવ્યા હોવાથી બનાવ આપઘાતનો નહીં પરંતુ હત્યાનો હોવાનો આક્ષેપ થતાં કુવાડવા પોલીસે લાશનું ફોરેન્સિક નિષ્ણાત પાસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...