રાજકોચમાં મારામારીના બે બનાવ:માલવાહક વાહન પાર્કિંગમાં નહીં રાખવાનું કહેતા વેપારીને માર માર્યો, વતન જવાની ના પાડનાર પતિ ઉપર પત્નીનો હુમલો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઢેબર રોડ વન વે સદ્દગુરુ આર્કેડમાં બે શખ્સે મચાવી ધમાલ

શહેરમાં મારામારીના વધુ બે બનાવ પ્રકાશમાં આવ્યા છે. જેમા કોમ્પ્લેક્સના પાર્કિંગમાં વાહન પાર્ક કરવાના મુદ્દે બે શખ્સે વેપારીને માર માર્યો હતો. જ્યારે બીજા બનાવમાં પત્નીએ પતિને માર મારી ઇજા પહોંચાડતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. ન્યૂ જાગનાથ પ્લોટ-22માં રહેતા તરુણભાઇ દિવ્યકાંતભાઇ પૂજારા નામના વેપારી પ્રૌઢે નોંધાવેલી ફરિયાદમાં, તેઓ ઢેબર રોડ વન વેમાં સદગુરુ આર્કેટમાં ઓફિસ રાખી વેપાર કરે છે. અને કોમ્પ્લેક્સના પ્રમુખ તરીકે સેવા આપે છે.

દરમિયાન શુક્રવારે એક શખ્સ માલવાહક વાહન સાથે કોમ્પ્લેક્સના પાર્કિંગમાં આવ્યો હતો. જેથી તેને માલવાહક ગાડી પાર્ક કરવાની ના પાડતા તે શખ્સ ઉશ્કેરાઇ ગયો હતો અને ગાળો બોલી માર માર્યો હતો. બાદમાં તે શખ્સનો અન્ય એક સાગરીત લાકડી સાથે ધસી આવી તેને પણ માર માર્યો હતો. પોતાને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. હુમલો કરનાર શખ્સ રાકેશ ભાંભણિયા અને ચંદ્રેશ ડાભી હોવાનું વેપારી પ્રૌઢે જણાવતા પોલીસે બંને સામે ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.

બીજા બનાવમાં દૂધસાગર રોડ પર રહેતા છોટુ હીરાભાઇ રાજભર નામનો યુવાન ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. ઇજાગ્રસ્ત યુવાનની પૂછપરછમાં તે મૂળ ઉત્તરપ્રદેશનો છે અને તે પત્ની સાથે રાજકોટમાં રહી મજૂરીકામ કરે છે. દરમિયાન પત્ની માલાએ વતનમાં જવાની વાત કરી હતી, પરંતુ થોડા દિવસ બાદ વતનમાં જવાનું કહેતા પત્ની માલા ઉશ્કેરાય ગઇ હતી અને વેલણ તેમજ પાટલાથી હુમલો કરી ઇજા પહોંચાડી હોવાનું જણાવ્યું છે. થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...