ભાસ્કર વિશેષ:મહિલાઓમાં હીમોગ્લોબિનનું પ્રમાણ વધે તે માટે why not 15 અભિયાન, 10 વર્ષમાં 4.50 લાખ વિદ્યાર્થિની-બહેનોના ટેસ્ટ કર્યા

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બહેનો અને પરિવારના સભ્યોમાં જાગૃતિ આવે તે માટે ગામડામાં, શાળા- કોલેજમાં જઈને કેમ્પ કરે છે

બહેનોમાં હીમોગ્લોબિનની ટકાવારી કેટલાક કિસ્સામાં ઓછી જોવા મળતી હોય છે. જેને કારણે તેઓને અનેક તકલીફનો સામનો કરવો પડે છે. બહેનોમાં હીમોગ્લોબિનનું પ્રમાણ વધે અને તેનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે રાજકોટના કુંડારિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશને why not 15 અભિયાન ચલાવે છે. આ અભિયાન છેલ્લા 10 વર્ષથી ચાલે છે અને અત્યાર સુધીમાં 4.50 લાખ બહેનોના હીમોગ્લોબિનની તપાસ કરી છે. બહેનોમાં જાગૃતિ આવે તે માટે ગ્રામ્ય વિસ્તાર, શાળા- કોલેજમાં જઈને કેમ્પ કરે છે.

અત્યાર સુધી શાળા- કોલેજમાં ટેસ્ટ કર્યા બાદ મહિલા- વિદ્યાર્થિનીઓમાં હીમોગ્લોબિનનું પ્રમાણ ઓછું આવ્યું હતું તેને સમયસર નિદાન કરતા બહેનોમાં હીમોગ્લોબિનનું પ્રમાણ અને રમતગમતમાં ભાગ લેનાર બહેનોની સંખ્યામાં પણ વધારો થયો. આ અંગે વધુ માહિતી આપતા શાંતિલાલ ફળદુએ જણાવ્યું હતું કે, આ અભિયાનની શરૂઆત ઉપલેટાથી કરી હતી. ત્યારબાદ ધીમે ધીમે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં આ કેમ્પ કરવામાં આવી રહ્યો છે. અત્યારે 15 લોકોની ટીમ આ માટે કાર્યરત છે.

ખાસ કરીને શાળા- કોલેજમાં આ કેમ્પ વધુ કરવામાં આવે છે. કારણ કે, વહેલાસર તેનું નિદાન થઈ જાય. અત્યાર સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, મહેસાણા, સિદસર, અમરેલી, ભાવનગર સહિત વિવિધ શાળા- કોલેજમાં અમારી ટીમે કેમ્પ કર્યા છે. શિક્ષકો અને પ્રિન્સિપાલ સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે, રમતગમતમાં મર્યાદિત સંખ્યામાં બહેનો ભાગ લે છે. કેમ્પ દરમિયાન જેમના ટેસ્ટ કર્યા. કેટલાક કિસ્સામાં બહેનોમાં હીમોગ્લોબિનનું પ્રમાણ ઓછું જોવા મળ્યું. ત્યારબાદ તેને તબીબી સલાહ લીધી અને દવાનો કોર્સ પૂરો કરતા તેનું હીમોગ્લોબિનનું પ્રમાણ પહેલા કરતા વધી ગયું હતું.

પછીના દિવસોમાં રમતગમતની પ્રવૃત્તિમાં ભાગ લેતા બહેનોની સંખ્યામાં પણ વધારો થયો હતો. 2019માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કેમ્પ કરવામાં આવ્યો હતો. જેમાં 15 ટકાથી ઉપર હીમોગ્લોબિન હોય તેની સંખ્યા માત્ર 65 જ આવી હતી. જે બહેનોમાં હીમોગ્લોબિનનું પ્રમાણ ઓછું જોવા મળે છે તેને તબીબી સલાહ મુજબ વિટામિનની દવા પણ આપવામાં આવે છે.

1205 વિદ્યાર્થિનીનો ટેસ્ટ કરાયો

હીમોગ્લોબિનની ટકાવારી

સંખ્યા

5થી 72
7થી 810
8થી 927
9થી 1061
10થી 11110
11થી 12220
12થી 13325
13થી 14280
14થી 15105
15થી વધુ65

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...