આવેદન:કરારી પ્રોફેસરની ભરતી કેમ કરવી? યુનિવર્સિટીએ સરકારનું માર્ગદર્શન માગ્યું

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરતી અને સેનેટની મતદાર નોંધણી કરવા મુદ્દે સરકારને પત્ર લખ્યો

સરકારે તાજેતરમાં જ સૌરાષ્ટ્ર સહિત રાજ્યની તમામ યુનિવર્સિટીમાં આર્થિક બાબતો, ભરતીની પ્રક્રિયા અને સિન્ડિકેટ કે સેનેટની ચૂંટણી પ્રક્રિયા કરતા પહેલા સરકારની પૂર્વ મંજૂરી લેવાનો પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્રનો અમલ કરતા જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી તાજેતરમાં જ સરકારમાં એક પત્ર મોકલવામાં આવ્યો છે જેમાં દર્શાવ્યું છે કે કરાર આધારિત અધ્યાપકોની રદ કરાયેલી ભરતી પ્રક્રિયા હવે કેવી રીતે કરવી અને આગામી સેનેટની ચૂંટણીમાં મતદાર નોંધણી ઓનલાઈન કરવી કે ઓફલાઈન તે અંતે માર્ગદર્શન માગ્યું છે.

યુનિવર્સિટીના સત્તાધીશોએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના કેટલાક નિર્ણયો લેતા પહેલા સરકારની પૂર્વ મંજૂરી લેવા અંતર્ગત આગામી સમયમાં યોજાનાર સેનેટની ચૂંટણીમાં મતદાર નોંધણી ઓનલાઈન કરવી કે ઓફલાઈન તે અંગે સરકારનું માર્ગદર્શન માગવામાં આવ્યું છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કરાર આધારિત અધ્યાપકોને હાલ વિઝિટિંગ ફેકલ્ટી તરીકે બોલાવવામાં આવી રહ્યા છે, પરંતુ વેકેશન ખૂલે તે પહેલા ફરીથી ભરતી પ્રક્રિયા કેવી રીતે કરવી તેનો નિર્ણય થઇ શકે તે માટે અત્યારથી જ સરકારને પત્ર લખી માર્ગદર્શન માગ્યું છે. જો સરકાર દિવાળી વેકેશન ખૂલે તે પહેલા નિર્ણય કરી લેશે તો ખૂલતા બાદ ફરીથી કરાર આધારિત અધ્યાપકોની ભરતી પ્રક્રિયા વોક ઇન ઈન્ટરવ્યૂ પદ્ધતિથી જ કરાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી અને ભરતી પ્રક્રિયા બંને મુદ્દે યુનિવર્સિટીએ માર્ગદર્શન માગ્યું છે.

અન્ય સમાચારો પણ છે...