તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝઘડો:અહીંથી ગાડી કેમ ચલાવી, કહી પાંચ શખ્સનો હુમલો

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં રોજિંદા બની ગયેલા મારામારીના વધુ એક બનાવની નાનામવા રોડ, રામપાર્ક-16માં રહેતા અશોકભાઇ કિશોરભાઇ પરમાર નામના પ્રૌઢે ફરિયાદ નોંધાવી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર અશોકભાઇ રવિવારે સાંજે નાનામવા રોડ, કલ્યાણપાર્કની શેરીમાંથી પોતાનું વાહન લઇને જતા હતા. ત્યારે વળાંક લેતી વખતે વાહનની લાઇટ તૂટીને રણજિત પરમાર, રામદેવ ઢાંકિયા, દિલીપસિંહ જાડેજા પર પડી હતી. જેનો ખાર રાખી ત્રણેય શખ્સે વાહનને અટકાવી તું અહીંથી કેમ તારું વાહન ચલાવીને નીકળે છે તેમ કહી ઝઘડો કર્યો હતો.

આ સમયે કરમજીત જાડેજા અને હસુ નામનો શખ્સ પણ ત્યાં ધસી આવી ઢીકાપાટુનો માર માર્યો હતો. બાદમાં હસુ નામના શખ્સે ધોકાથી હુમલો કરી ઇજા પહોંચાડી નાસી ગયા હતા. હુમલામાં ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. તાલુકા પોલીસે ગુનો નોંધી હુમલાખોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...