હુમલો:‘નોટિસ બજાવવા આવેલાઓને ઘર કેમ બતાવ્યું’, કહી માર માર્યો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોના કાથરોટા ગામે ચાર શખ્સનો હુમલો

રાજકોટના તાલુકાના કાથરોટા ગામે રહેતા અજય અમરશી કુકડિયા નામના યુવાનને ગામના જ વીરજી મકવાણા, સુનિલ મકવાણા, રોહિત બાબર અને જયરાજ પરમારે ધોકાથી હુમલો કર્યાની ફરિયાદ નોંધાઇ છે. યુવાનના પિતા અમરશીભાઇએ નોંધાવેલી ફરિયાદ મુજબ, પુત્રને ગામમાં પાનની દુકાન હોય મંગળવારે બપોરે દુકાને બોલાવતા પોતે ત્યાં ગયા હતા. પુત્રની પાનની દુકાને જતા પુત્ર અજયને ઇજાગ્રસ્ત હાલતમાં જોતા તેને શું થયું તેવું પૂછતા, આજે બપોરે જીઇબીના અધિકારીઓ આવ્યા હતા. અને તેમને વિરજી મકવાણા સહિતનાઓને નોટિસ દેવાની હોય તેમનું ઘર બતાવવા કહ્યું હતું. જેથી તેમને વિરજીભાઇનું ઘર બતાવ્યું હતું. જેનો ખાર રાખી વિરજીભાઇ દુકાને આવી ઝઘડો કરી જતા રહ્યાં હતા.

થોડી વાર પછી વિરજીભાઇ અને સુનિલ, રોહિત, જયરાજ સહિતનાઓ ધોકા સાથે દુકાને આવ્યા હતા. અને વિરજીભાઇએ તમે કેમ કોઇ પણને અમારા ઘર બતાવો છો કહી ગાળો ભાંડવા લાગ્યા હતા. જેથી ગાળો દેવાની ના પાડતા ચારેય ઉશ્કેરાય ગયા હતા. અને પોતાના પર હુમલો કરી નાસી ગયાની વાત કરી હતી. અજયને હાથમાં ઇજા થઇ હોવાથી ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...