તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અદાવત:‘તે મારા પર ફરિયાદ કેમ કરી’ કહી મહિલા પર છરીથી હુમલો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા થોરાળા, વિજયનગરમાં બનેલો બનાવ

મહિલા સફાઇ કર્મચારી પર જૂના ડખાનો ખાર રાખી હુમલો કર્યાનો બનાવો પ્રકાશમાં આવ્યો છે. જે બનાવ અંગે નવા થોરાળા વિસ્તારના કસ્તુરબા હરિજનવાસ-6માં રહેતા કાળીબેન વિજયભાઇ નૈયા નામની મહિલાએ અમિત રામજી નૈયા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, શનિવારે સાંજે પોતે ઘર પાસે સફાઇ કરતા હતા. તે સમયે અમિત નૈયા પોતાની પાસે આવી તે કેમ અગાઉ મારી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેમ કહી ઝઘડો કર્યો હતો. બાદમાં તે વધુ ઉશ્કેરાય જઇ તેણે નેફામાંથી છરી કાઢી હુમલો કર્યો હતો. હુમલામાં ગાલ, છાતી તેમજ પડખામાં છરકા લાગતા ઇજા થઇ હતી. અમિત હુમલો કરી નાસી ગયા બાદ પાડોશી મહિલા પોતાને સારવાર માટે હોસ્પિટલ લઇ ગઇ હતી. થોરાળા પોલીસે ગુનો નોંધી પીએસઆઇ કે.કે.પરમારે આરોપી અમિત નૈયાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

જ્યારે અન્ય એક બનાવમાં ગઢળિયા ગામની હેતલ જગદીશભાઇ ડેરવાળિયા નામની 30 વર્ષની પરિણીતાએ જસદણના મદાવા ગામે તેના પિયરમાં કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મદાવાની હેતલના લગ્ન સાત વર્ષ પહેલા ગઢળિયાના જગદીશ સાથે થયા હતા અને તેને સંતાનમાં એક પુત્ર છે. પરિણીતાના આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...