તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામાનો ભંગ:પોલીસ સામે ગુનો કોણ નોંધશે?, બે આરોપીને ત્રણ સવારીમાં લઇ જવાયા

રાજકોટ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફેક્ટરી માલિકને છ વખત ચેક કર્યા જવા પણ દીધા, છેલ્લી વખત કહ્યું આ ન ચાલે અને ગુનો નોંધ્યો
 • જાહેરનામા ભંગના ગુના નોંધવામાં પોલીસની કોઇ નીતિ જ નહીં, ટાર્ગેટ પૂરા કરવા એ જ ઇરાદો

રાજકોટ પોલીસે લોકડાઉનમાં 20 હજારથી વધુ વાહનો ડિટેન કર્યા છે અને દરરોજ 200થી વધુ લોકો સામે જાહેરનામા ભંગના ગુના નોંધવામાં આવી રહ્યા છે, ગુના નોંધવાનો ટાર્ગેટ પોલીસને આપવામાં આવ્યો હોય અને તે ટાર્ગેટ પૂરા કરવા પોલીસમેન કોઇપણ નિયમો જાળવ્યા વગર ગમે તે રીતે લોકો સામે ગુનો નોંધવા લાગ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. ઘર પાસે ઊભેલા બે વ્યક્તિને પોલીસ ટ્રિપલસવારી બાઇકમાં પોલીસ સ્ટેશને લઇ ગઇ હતી, આમાં પોલીસે નિયમોનો ભંગ કર્યો નહોતો?, મેટોડા કારખાને જતાં કારખાનેદારને  અગાઉ છ વખત પોલીસે અટકાવ્યા હતા અને મંજૂરી પાસના આધારે જવા દીધા હતા, પરંતુ મંગળવારે સાંજે કારખાનેદાર સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસ અધિકારીઓના આંખ આડા કાન
ભક્તિનગર વિસ્તારમાં રહેતા ચેતનભાઇ સુરૂ અને તેના પાડોશી ઘર પાસે શેરીમાં ઊભા હતા ત્યારે ડબલસવારી બાઇકમાં પોલીસ આવી હતી, એક પોલીસમેન નીચે ઉતરી ગયો હતો અને ઘરની બહાર કેમ ઊભા છો તેમ કહી ચેતનભાઇ અને તેની સાથેના વ્યક્તિને બાઇકમાં બેસાડી ટ્રિપલસવારીમાં પોલીસ સ્ટેશને લઇ જવાયા હતા, પોલીસે ટ્રિપલસવારીમાં બાઇક ચલાવ્યું, બાઇકમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ન રહ્યું છતાં ગુનો તો નાગરિકોએ જ કર્યો તેવું વર્તન થયું. માલવિયાનગર વિસ્તારમાં રહેતા ઉપેન્દ્રસિંહ જાડેજા નામના વેપારી અન્ય બે મિત્રો સાથે ઘર પાસે બેઠા હતા ત્યારે પોલીસ ઉઠાવી ગઇ, તેમણે કહ્યું હતું કે, વેપારી છીએ ગુનો નોંધાતા દુખની લાગણી અનુભવીછીએ, ભવિષ્યમાં નિયમનો ભંગ નહીં થાય તેની તકેદારી રાખીશું. શાપરમાં ફેક્ટરી ધરાવતા કરણભાઇ વાડોદરિયાએ ફેક્ટરી ચાલુ કરવાનો પાસ કલેક્ટર તંત્રમાંથી લીધો હતો અને પંદર દિવસથી પોતાની કાર લઇ ફેક્ટરીએ જતા હતા, છ વખત પોલીસે અટકાવ્યા ત્યારે ફેક્ટરી ચલાવવાનો પાસ બતાવતા જવા દીધા હતા, પરંતુ મંગળવારે સાંજે પોલીસે વાહનનો પાસ નથી તેમ કહી ગુનો નોંધી કાર ડિટેન કરી હતી. આવી રીતે અનેક લોકોને પોલીસે ખોટી રીતે ફીટ કર્યા છે. પરંતુ ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ બાબતે આંખ આડા કાન કરી રહ્યા છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો