તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Who Was The First Two And A Half Years? : Tensions Between Raiani And Dhankecha, Rejection Of The Verdict Of The Letter Means That Ra.Lo. Jadeja Made Chairman Of The Union

રાજકારણ:પહેલા અઢી વર્ષ કોણ? : રૈયાણી-ઢાંકેચા વચ્ચે ખેંચતાણ, ચિઠ્ઠીનો ચુકાદો નકાર્યો એટલે રા.લો. સંઘમાં જાડેજાને બનાવાયા ચેરમેન

રાજકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેની લડાઈમાં ત્રીજો ફાવી ગયો

રાજકોટ-લોધિકા ખરીદ વેચાણ સંઘમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નીતિન ઢાંકેચા અને ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી ચેરમેન બનવા માટે ચૂંટણી જાહેર થઇ ત્યારથી કાવાદાવા કરી રહ્યા હતા. બન્ને જૂથ પાસે દસ દસ ડિરેક્ટર હોવાથી ચેરમેન કોણ બને તે માટે ઘમાસાણ ચાલી રહ્યું હતું. બન્ને જૂથ વચ્ચે સમાધાન થાય તે માટે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ બે દિવસ સુધી બેઠક કરી હતી.

અંતે સોમવારે રાત્રે બન્ને જૂથને બોલાવ્યા હતા અને અઢી અઢી વર્ષ રૈયાણી અને ઢાંકેચા ચેરમેન બને તેવું નક્કી કરાયું, પરંતુ પહેલા અઢીવર્ષ કોણ બને તેમાં બેમાંથી એક પણ નમતું નહીં મૂકતા ચિઠ્ઠી નાખી જેમાં નામ આવે તે પહેલા ચેરમેન બને તેવો પ્રસ્તાવ મુકાયો, પરંતુ બન્ને જૂથ ચિઠ્ઠી નાખવા તૈયાર ન થયા. અંતે ચેરમેન તરીકે ત્રીજુ નામ આપવા કહ્યું ત્યારે ઢાંકેચાએ સંજય અમરેલિયાનું નામ કહ્યું પણ રૈયાણી જૂથ તૈયાર ન થતા અંતે રાદડિયાએ નરેન્દ્રસિંહ જાડેજાનું નામ મૂક્યું અને બન્ને જૂથ સહમંત થતા મંગળવારે સવારે 10 કલાકે ચેરમેનની ચૂંટણી બિનહરીફ થઇ. વાઇસ ચેરમેન તરીકે સંજય અમરેલિયા બિનહરીફ જાહેર થયા છે.

પાર્ટીએ પસંદગી પત્ર જિલ્લા ભાજપના બદલે પૂર્વ ધારાસભ્યના નામે મોકલ્યો
ચેરમેનપદ માટેની ચૂંટણીની બેઠક શરૂ થઈ તે પૂર્વે સભ્ય બાબુભાઈ નસીતે રમેશભાઈ રૂપાપરાના નામે લખાયેલો પત્ર સભ્યોને વાંચી સંભળાવ્યો હતો. આ પત્રમાં નિર્દેશ કરાયો હતો કે, આગામી પંચાયત ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પાર્ટીની પ્રતિષ્ઠાને કોઈ નુકસાન ન થાય તે માટે લોધિકા સંઘના હોદ્દેદારોની ચૂંટણીમાં સર્વાનુમતી સાધવામાં આવે અને તેના ભાગરૂપે નરેન્દ્રસિંહ જાડેજા ચેરમેન તથા સંજય અમરેલિયા વાઈસ ચેરમેનના નામો નક્કી કરવામાં આવે છે.

બન્ને જૂથના ટેકેદારો નારાજ
સંઘમાં ચેરમેન કોણ બને તે માટે સોમવારે મોડી રાત્રે સમાધાનની બેઠકમાં નરેન્દ્રસિંહનું નામ નક્કી થયું હતું. આ અંગે રૈયાણી અને ઢાંકેચા જૂથે જ્યારે તેમના જૂથના ડિરેક્ટર્સ અને ટેકેદારોને કહેતા તેઓ નારાજ થયા હતા અને ગણગણાટ શરૂ થયો હતો. નરેન્દ્રસિંહ એક સમયે કોંગ્રેસમાંથી કોર્પોરેટર બની મનપામાં વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે તેથી ભાજપના આગેવાનોને કોંગીને ચેરેમેન બનાવતા વિરોધ ઉઠ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...