તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંક્ર્મણનું સંકટ:રાજકોટ જિલ્લામાં ધો. 6થી 8ના વિદ્યાર્થીઓ 2 સપ્ટે.થી ઓફલાઈન અભ્યાસ કરશે, નોન-વેક્સિનેટેડ વિદ્યાર્થીઓ સંક્રમિત થાય તો જવાબદારી કોની !

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
કેટલા વિદ્યાર્થીઓના વાલીઓ સંમતિ પાઠવશે - પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
કેટલા વિદ્યાર્થીઓના વાલીઓ સંમતિ પાઠવશે - પ્રતીકાત્મક તસ્વીર
  • ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખે કહ્યું- જિલ્લામાં ધો. 6થી 8ના એક લાખથી વધુ વિદ્યાર્થીઓ જન્માષ્ટમી બાદ ઓફલાઈન અભ્યાસ કરશે
  • ત્રીજી લહેર આવે તો બાળકોની સલામતી શું ?, વાલીઓમાં ચિંતા

રાજ્યમાં ધોરણ 6થી 8 ના વર્ગો ઓફલાઈન શરૂ કરવા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને સરકાર વચ્ચે થતી તકરારનો અંત આવ્યો છે. આજે રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ધોરણ 6થી 8 ના વર્ગોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે. આ અંગે દિવ્યભાસ્કર સાથે વાતચીત કરતા ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીનભાઈ ભરાડે જણાવ્યું હતું કે, રાજકોટ લ્લામાં ધો. 6થી 8ના એક લાખથી વધુ વિદ્યાર્થીઓ જન્માષ્ટમી બાદ ઓફલાઈન અભ્યાસ કરશે. ઉલ્લેખનીય છે કે નોન-વેક્સિનેટેડ વિદ્યાર્થીઓ એકઠા થઈ શિક્ષણ પ્રાપ્ત કરશે ત્યારે જો ત્રીજી લહેર આવે તો શાળા માં અભ્યાસ કરતા બાળકોની સલામતી શું તે પણ સવાલ વાલીઓના મનમાં સતાવી રહ્યો છે.

ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીનભાઈ ભરાડ - ફાઈલ તસ્વીર
ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીનભાઈ ભરાડ - ફાઈલ તસ્વીર

સરકારને ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી
વધુમાં જતીનભાઈ ભરાડે જણાવ્યું હતું કે, કોરોનની મહામારી ઓછી થતા સરકાર દ્વારા શાળાઓમા ઓફલાઈન શિક્ષણ અંગે એક બાદ એક નિર્ણય કરવામાં આવી રહ્યા છે. ધોરણ 9થી 12 બાદ ધોરણ 6થી 8 અંગે લાંબા સમય સુધી નિર્ણય ન આવતા સરકારને ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી ત્યારે આજે સરકારે ધોરણ 6થી 8 વર્ગો માટે મંજૂરી આપતા આ નિર્ણયને આવકરી રહ્યા છીએ.

સ્કૂલમાં વિદ્યાર્થીઓને 50 ટકા કેપેસિટી સાથે બોલાવવામાં આવશે - પ્રતીકાત્મક તસ્વીર
સ્કૂલમાં વિદ્યાર્થીઓને 50 ટકા કેપેસિટી સાથે બોલાવવામાં આવશે - પ્રતીકાત્મક તસ્વીર

કેટલા વિદ્યાર્થીઓના વાલીઓ સંમતિ પાઠવશે
વધુમાં તેમને જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો તેમાં લગભગ 750 જેટલી શાળામા એક લાખથી વધુ વિદ્યાર્થીઓનો ધોરણ 6થી 8 માં સમાવેશ થાય છે જેનું ઓફલાઈન શિક્ષણ જન્માષ્ટમીના તહેવાર બાદ શરૂ થશે. આ સાથે હાલમાં ધોરણ 9થી 12 મા 70% વિદ્યાર્થીઓ શાળાએ આવી ઓફલાઈન શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે. ત્યારે 6થી 8 ધોરણ માટે કેટલા વિદ્યાર્થીઓના વાલીઓ સંમતિ પાઠવશે તે જોવું મહત્વનું રહ્યું.

ગત 26 જુલાઈથી ધોરણ 9થી11ની સ્કૂલો શરૂ કરાઈ હતી - પ્રતીકાત્મક તસ્વીર
ગત 26 જુલાઈથી ધોરણ 9થી11ની સ્કૂલો શરૂ કરાઈ હતી - પ્રતીકાત્મક તસ્વીર

ત્રીજી લહેર આવે તો બાળકોની સલામતી શું ?
સંચાલકોની માંગ ધ્યાનમાં રાખી સરકાર દ્વારા નિર્ણય તો કરવામાં આવ્યો છે પરંતુ હજુ પણ કેટલાક વાલીઓ એવા છે કે જે પોતાના બાળકોને શાળાએ અભ્યાસ માટે મોકલતા કોરોનાથી સંક્રમિત થવાનો ભય અનુભવી રહ્યા છે. એક તરફ શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થઈ રહ્યું છે બીજી તરફ નોનવેકસીનેટેડ વિદ્યાર્થીઓ એકઠા થઈ શિક્ષણ પ્રાપ્ત કરશે ત્યારે જો ત્રીજી લહેર આવે તો શાળા માં અભ્યાસ કરતા બાળકોની સલામતી શું તે પણ સવાલ વાલીઓના મનમાં સતાવી રહ્યો છે.