તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રાજકોટ LIVE:કોવેક્સિનના પ્રથમ ડોઝને 28 દિવસ અને કોવિશીલ્ડના પ્રથમ ડોઝને 84 દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકો આજે બીજો ડોઝ લઇ શકશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેર છેલ્લા બે દિવસથી કોરાનામુક્ત, એક પણ કેસ નોંધાયો નથી

રાજકોટમાં કોરોનામુક્ત બની રહ્યું છે. છેલ્લા બે દિવસથી શહેરમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 42801 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 17 દર્દી સારવાર હેઠળ છે. આજે કોવેક્સિનના પ્રથમ ડોઝને 28 દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકો શહેરની બે સેશન સાઇટ પર બીજો ડોઝ લઇ શકશે. જ્યારે કોવિશીલ્ડના પ્રથમ ડોઝને 84 દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકો 3 સેશન સાઇટ પર બીજો ડોઝ લઇ શકશે. રાજકોટ શહેરમાં આજે કોરોના સામેની રસીકરણમાં 18થી 44 વર્ષના કુલ 7483 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 4062 સહિત કુલ 11545 નાગરિકોએ રસી લીધી હતી

રાજકોટમાં આજે 36 સેશન સાઇટ પર વેક્સિનેશનની કામગીરી
રાજકોટ શહેરમાં ચાલી રહેલી વેક્સિનેશનની કામગીરી અંતર્ગત આજે 31 સેશન સાઇટ પર કોવિશીલ્ડ રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવશે. તેમજ 2 સેશન સાઈટ પર કોવેક્સિન રસીનો માત્ર બીજો ડોઝ આપવામાં આવશે. જે નાગરિકોએ કોવેક્સિન રસી લીધાના 28 દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકો કોવેક્સિન રસીનો બીજો ડોઝ લઇ શકશે, તેમજ નાગરિકોએ કોવિશિલ્ડ રસી લીધાના 84 દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકો કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ લઇ શકશે.

આજે આ સેશન સાઇટ પર કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ અપાશે
1) સિવિલ હોસ્પિટલ
2) પદ્મકુંવરબા હોસ્પિટલ
3) શ્યામનગર આરોગ્ય કેન્દ્ર
4) ચાણક્ય સ્કુલ–ગીત ગુર્જરી સોસાયટી
5) નંદનવન આરોગ્ય કેન્દ્ર
6) શિવશક્તિ સ્કૂલ
7) નાનામવા આરોગ્ય કેન્દ્ર
8) મવડી આરોગ્ય કેન્દ્ર
9) શાળા નં.84, મવડી ગામ
10) આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર
11) શાળા નં.28, વિજય પ્લોટ
12) સિટી સિવિક સેન્ટર– અમીન માર્ગ
13) સદર આરોગ્ય કેન્દ્ર
14) અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર
15) શેઠ હાઈસ્કૂલ
16) રામનાથપરા આરોગ્ય કેન્દ્ર
17) ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર
18) શાળા નં.61, હુડકો
19) શાળા નં.20 બી, નારાયણનગર
20) જંક્શન આરોગ્ય કેન્દ્ર
21) માધાપર આરોગ્ય કેન્દ્ર
22) રેલ્વે હોસ્પિટલ
23) મોરબી રોડ, કોમ્યુનિટી હોલ
24) ભગવતી પરા આરોગ્ય કેન્દ્ર
25) આદિત્ય સ્કૂલ– 32 (IMA આરોગ્ય કેન્દ્ર)
26) સરદાર સ્કૂલ, સંત કબીર રોડ
27) રામપાર્ક આરોગ્ય કેન્દ્ર
28) શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર
29) પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર
30) કોઠારીયા આરોગ્ય કેન્દ્ર
31) તાલુકા શાળા (BRC) ભવન

બે સાઇટ પર કોવેક્સિન રસીનો બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે
1) શાળા નં.47, મહાદેવ વાડી, લક્ષ્મીનગર
2) શાળા નં.49 બી, બાબરીયા કોલોની, અયોધ્યા ચોક

આ સાઇટ પર કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે
1) વેસ્ટ ઝોન ઓફિસ હોલ
2) ઇસ્ટ ઝોન ઓફિસ હોલ
3) મેસોનિક હોલ, ભૂતખાના ચોક