રજૂઆત:જિલ્લા પંચાયત પ્રમુખ ગામોની મુલાકાતે જતાં લોકોએ વિવિધ સુવિધાની માગ કરી

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોધીડા, પાડાસણ અણિયારા સહિતનાં ગામોના લોકોએ રજૂઆત કરી

કોવિડ બાદ હાલ સ્થિતિ થાળે પડી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા શુક્રવારના રોજ જિલ્લાના 7 ગામોનો પ્રવાસ ખેડ્યો હતો અને ગામોને શું જરૂરિયાત છે, તે અંગે માહિતી પણ મેળવી હતી. માત્ર એટલુ જ નહીં, પ્રમુખે જે તે ગામના તલાટી મંત્રીને પણ સાથે રાખ્યા હતા, અને ગામના સરપંચ પણ હાજર રહ્યા હતા.

પ્રમુખે લોધીડા, પાડાસણ, અણિયારા, લાખાપર, કસ્તુરબાધામ, વડાળી અને કાળીપાટ ગામે જઈ લોકો સાથે સંપર્ક સાધ્યો હતો. લોધીડા ગામે લોકોએ રોડ રસ્તાના સમારકામ તથા નવા રોડ બનાવવાની માંગ કરી હતી, સાથો-સાથ તળાવ ઊંડા કરવા પણ રજૂઆત કરવામાં આવી હતી.

આ તકે પાડાસણ ગામના તલાટી મંત્રીએ કહ્યું હતું કે, પ્રમુખની મુલાકાત દરમિયાન ગામના લોકોએ માંગણીની સાથે રજૂઆત કરી હતી કે, હાલ ગામમાં જે કોઝ વે તૂટી ગયા છે, તેની મરામત વહેલાસર કરવામાં આવે, સાથે શાળામાં પેવર બ્લોકિંગ, જર્જરિત થયેલ આંગણવાડી માટે નવું બિલ્ડિંગ સહિતની માંગણીઓ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...