તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:તેલના ધંધામાં દેણું થતાં જાલીનોટ છાપી’તી, સાળાએ નોટ સળગાવી

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઝડપાયેલા આરોપીઓ તા.6 ડિસેમ્બર સુધી રિમાન્ડ પર

મહેસાણા પોલીસે જાલીનોટ છાપનાર રાજકોટના તેલના ધંધાર્થી અને તેના સાળા સહિતના શખ્સોને ઝડપી લઇ તમામને રિમાન્ડ પર લીધા હતા. તેલના ધંધામાં દેણું થઇ જતાં જાલીનોટ છાપી હતી અને તેના સાળાએ વધુ જાલીનોટ પોલીસને હાથ આવે નહીં તે માટે સળગાવી દીધી હતી.

જાલીનોટ રાજકોટમાં છપાઇ હોવાનું ખુલતા મહેસાણા પોલીસ રાજકોટ દોડી આવી હતી અને રૈયાચોકડી પાસે શાંતિ નિકેતનપાર્ક પાસે સદગુરૂ કોમ્પલેક્સમાં રહેતા તેલના વેપારી દીપક શાંતિલાલ કારિયા અને ભક્તિનગર સર્કલ પાસે રહેતા તેના સાળા સાગર સુરેશ ખીલોસિયાને ઝડપી લીધા હતા. આ ઉપરાંત પોલીસે વીંછિયાના છાસીયા ગામના મગન ગોપાલ શેખને પણ પકડ્યો હતો. પોલીસે તમામ આરોપીને તા.6 ડિસેમ્બર સુધી રિમાન્ડ પર લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, દીપક કારિયાએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે, તેલના ધંધામાં દેણું થઇ જતાં ટૂંકા રસ્તે વધુ નાણા મેળવવા માટે છાસિયાના મગન ગોપાલ શેખ પાસેથી નકલી નોટ છાપવાનું શિખ્યા બાદ પોતાના ઘરે કમ્પ્યુટર અને પ્રિન્ટરથી રૂ.200ની જાલીનોટ છાપવાનું શરૂ કર્યું હતું અને મહેસાણાના વેપારી દીપક પટેલ પાસેથી માલ ખરીદ કરી તેને રૂ.200ની જાલીનોટનો જથ્થો ધાબડી દીધો હતો. દીપક પટેલ પાસેથી પોલીસે જાલીનોટ કબ્જે કર્યાની જાણ થતાં રાજકોટના દિપક કારીયાએ તેની પાસે રહેલી જાલીનોટનો નિકાલ કરવા તેના સાળા સાગર ખીલોસીયાને પોતાના ઘરે બોલાવ્યો હતો અને સાગરે જાલીનોટ સળગાવી નાખી હતી. પોલીસે અન્ય દિશામાં પણ દિપકની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો