તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની બીકથી આત્મઘાતી પગલું:રાજકોટ મધ્યસ્થ જેલમાં રવિવારે ક્વોરન્ટીન કરતા હોવાથી બે કેદીઓએ કાચ ખાધા, બન્નેને સારવાર માટે ખસેડાયા

રાજકોટ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ મધ્યસ્થ જેલ - ફાઇલ તસવીર - Divya Bhaskar
રાજકોટ મધ્યસ્થ જેલ - ફાઇલ તસવીર
 • નાર્કોટિક અને હત્યાના આરોપીએ કાચા ખાધા

કોઇને કોઇ કારણોથી ચર્ચામાં રહેતી રાજકોટ મધ્યસ્થ જેલમાં રવિવારે રાતે બે કાચા કામના કેદીએ કાચ ખાઇ લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. બનાવની જાણ થતા પ્રદ્યુમ્નનગર પોલીસમથકના એએસઆઇ હરેશભાઇ રત્નોતર સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો.

છેલ્લા ઘણાં સમયથી જેલમાં હતા
હોસ્પિટલના પ્રિઝનર વોર્ડમાં સારવાર લઇ રહેલાની પૂછપરછમાં રૂખડિયાપરાનો ઇમરાન ઉર્ફે માઇકલ અનવર પઠાણ અને કિશન સુરેશ વાંજા નામના કાચા કામના કેદી હોવાનું જણાવ્યું હતું. બંનેના નિવેદન નોંધતા ઇમરાન ઉર્ફે માઇકલ તેની પત્ની સાથે એક વર્ષ પહેલા ગાંજા સાથે પકડાયા બાદ જેલમાં હતો. જ્યારે કિશન મેટોડા જીઆઇડીસીમાં થયેલી હત્યાના ગુનામાં બે વર્ષથી અહીં જેલમાં છે.

તબીબે કોરોના હોવાનું કહેતા ડરી ગયા
દરમિયાન રવિવારે બંનેને રૂટિન તપાસ માટે તબીબ પાસે ગયા હતા. જ્યાં સામાન્ય તકલીફની દવાને બદલે તબીબ કોરોના હોવાનું કહી ક્વોરન્ટાઇન થવાની વાત કરી હતી. જે વાતથી લાગી આવતા બંનેએ પગલું ભર્યાનું નિવેદનમાં જણાવ્યું છે. ડોક્ટરોએ તકેદારીના ભાગરૂપે કામગીરી કરી હતી.

પોલીસે સજ્જડ બંદોબસ્ત ગોઠવ્યો
થોડા સમય પહેલા જ સારવાર માટે હોસ્પિટલના પ્રિઝનર વોર્ડમાં દાખલ કરાયેલો કેદી પોલીસને ચકમો આપી નાસી ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો હોય વધુ એક વખત જેલના બે ગંભીર ગુનાના કેદીને સારવાર માટે પ્રિઝનર વોર્ડમાં દાખલ કરવામાં આવતા વોર્ડમાં પોલીસનો સજ્જડ બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો