તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:વાહન ચેકિંગ સમયે પોલીસને ધમકી ‘તું સાઇડમાં હટી જા, નહીંતર એક્ટિવા તારી ઉપર ચડાવી દઇશ’

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગાંધીગ્રામ પોલીસમથકમાં ફરજ બજાવતા એએસઆઇ પુષ્પાબેન એન.પરમાર અન્ય સ્ટાફ સાથે રૈયારોડ, આમ્રપાલી પોલીસ ચોકી પાસે વાહન ચેકિંગ કરી રહ્યા હતા. ત્યારે એક્ટિવા પર નીકળેલી એક મહિલાને વાહન ઊભું રાખવાનું કહ્યું હતું. મહિલા વાહનચાલક ઊભી રહેતા તેની પાસે વાહનના કાગળો માગ્યા હતા, પરંતુ મહિલાચાલકે વાહનના કાગળો બતાવવાને બદલે ઉશ્કેરાય જઇ તું સાઇડમાં હટી જા નહીંતર એક્ટિવા તારી ઉપર ચડાવી દઇશની ગર્ભિત ધમકી આપી હતી. મામલો વધુ વણસતા અન્ય સ્ટાફ પણ પોતાની પાસે દોડી આવ્યો હતો અને તેમની સાથે પણ તોછડાઇભર્યુ વર્તન કર્યું હતું.

બાદમાં પોતાને તું ફક્ત તારું નામ દે સવારે હું તને જોઇ લેવાની ધમકી આપી માથાકૂટ કરી હતી. જાહેરમાં પોલીસ સાથે ઉદ્ધતાઇભર્યુ વર્તન કરતા તે મહિલા વાહનચાલકને પોલીસમથક લઇ જવાઇ હતી. જ્યાં તેની પૂછપરછ કરતા તે મૂળ ધોરાજીની અને રાજકોટમાં કરણપરા-5માં રહી બેંકમાં નોકરી કરતી ગીરા લલિતભાઇ રાજાણી હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો