તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:કાર ચેક કરતા ચાલકે લોકરક્ષકને પછાડી દઇ પીસીઆરના કાચ તોડ્યા

રાજકોટ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

શહેરમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ સાથે વાહનચાલકો દ્વારા ઉદ્ધતાઇભર્યુ વર્તન કરી ફરજમાં રુકાવટ કરતા હોવાના અનેક બનાવ પ્રકાશમાં આવ્યા છે. ત્યારે વધુ એક પોલીસ કર્મચારી સાથે કારચાલકે ફરજમાં રુકાવટ કરતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. તાલુકા પોલીસમથકમાં લોકરક્ષક તરીકે ફરજ બજાવતા જયદીપ બળદેવભાઇ ગોંડલિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, મંગળવારે પોતે અન્ય પોલીસ કર્મચારીઓ સાથે પીસીઆર વાનમાં પેટ્રોલિંગ કરી રહ્યાં હતા. ત્યા

રે ન્યારી ડેમ રોડ પર એક કાર ઊભેલી જોવા મળતા ત્યાં જઇ ચાલકને અહીં કેમ ‌ઊભા છો, કાર ચેક કરવી પડશે તેમ કહ્યું હતું. જેથી ઉશ્કેરાયેલા ચાલકે કાર ચેક કરવા ન દઇ નીચે ઉતરી એલઆરડી જયદીપભાઇનો કાંઠલો પકડી લીધો હતો. બાદમાં ધક્કો મારી પછાડી દીધો હતો. આ સમયે અન્ય કર્મચારી દોડી આવતા ચાલકે તેને પણ ગાળો ભાંડી ઝપાઝપી કરી હતી.

બાદમાં પથ્થરના ઘા શરૂ કર્યા હતા. બાદમાં ચાલકે પોતાના હાથ તેમજ માથું ભટકાડી પીસીઆર વાનના કાચ ફોડી નાખ્યા હતા. જેમાં તે ચાલકને કપાળમાં ઇજા થઇ હતી. મામલો વધુ વણસે તે પહેલા જ ચાલકને સકંજામાં લઇ તેની કાર સાથે તાલુકા પોલીસમથક લઇ જવાયો હતો. પૂછપરછમાં ચાલક કાલાવડ રોડ, તંતી પાર્ક-3માં રહેતો ધવલ ભારડિયા હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો