મનપાની તવાઈ:રાજકોટમાં ભગવતી ફરસાણ સહિત 5 દુકાનોમાં ચેકીંગ દરમિયાન આરોગ્ય વિભાગે 85 કિલો વાસી ફરસાણ અને 17 કિલો વાસી મીઠાઈનો સ્થળ પર નાશ કર્યો

રાજકોટ3 મહિનો પહેલા
  • ફરસાણ બનાવવાં ખાવાના સોડા બદલે કપડાં ધોવાના વોશિંગ પાવડરનો ઉપયોગ કર્યાનું તપાસમાં ખુલ્યું
  • 25 કિલો વોશિંગ પાવડરનો પણ નાશ કર્યો

કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે લોકોને વાસી ખોરાક ન મળે તે માટે રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ફરસાણની દુકાનોમાં ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં ભગવતી ફરસાણ અને ચામુંડા ફરસાણ સહિતની 5 દુકાનોમાં ચેકીંગ દરમિયાન આરોગ્ય વિભાગે 85 કિલો વાસી ફરસાણ અને 17 કિલો વાસી મીઠાઈનો સ્થળ પર નાશ કર્યો હતો. જેમાં ફરસાણ બનાવવાં ખાવાના સોડા બદલે કપડાં ધોવાના વોશિંગ પાવડરનો ઉપયોગ કર્યાનું ખુલ્યું હતું. જેથી સ્થળ પર 25 કિલો વોશિંગ પાવડરનો પણ સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.

વધુ નફા માટે મકાઈના લોટની કરે છે ભેળસેળ
ફરાળી પેટીસમાં રાજગરાનો લોટ વપરાયછે. જોકે તેનો ભાવ 130 રૂપિયા કિલોની આસપાસ છે. જ્યારે મકાઈના લોટનો ભાવ 30થી 40 રૂપિયા હોય છે. જેથી નફાખોર વેપારીઓ મકાઈનો જ લોટ વાપરી રહ્યા છે.ફૂડ શાખાએ કોઠારિયા મેઈન રોડ પરની શ્યામ ડેરીમાંથી મીના ન્યુટ્રાલાઈટ ટેબલ માર્ગેરીનના નમૂના લીધા હતા જેમાં ધારાધોરણ મુજબ ગુણવત્તા ન નીકળતા સબસ્ટાન્ડર્ડ જાહેર થયું છે.

ન્યુટ્રાલાઈટ ટેબલ માર્ગેરીનના નમૂના લીધા હતા
ન્યુટ્રાલાઈટ ટેબલ માર્ગેરીનના નમૂના લીધા હતા

આ દુકાનો પર વાસી ફરસાણ અને મીઠાઈનો નાશ કરાયો
1 વિરબાલાજી ફરસાણ, ગોવિંદબાગ શાક માર્કેટ રોડ, પેડક રોડ
- વોશિંગ સોડા 10 કિલો, પાપડી 8 કિલો, સક્કરપારા 2 કિલો, પેંડા 4 કિલો., મોહનથાળ 10 કિલો. અને મોતીચુરના લાડુ ૩ કિલો.
2 ભગવતી ફરસાણ સ્વીટ માર્ટ, ગોવિંદબાગ શાક માર્કેટ રોડ
- વોશિંગ સોડા 10 કિલો, તીખી પાપડી 20 કિલો, તીખા ગાંઠીયા 22 કિલો, સુકી કચોરી 4 કિલો. અને સમોસા 21 કિલો.
3 ચામુંડા ફરસાણ,ગોવિંદબાગ શાક માર્કેટ રોડ
- વોશિંગ સોડા 5 કિલો અને તીખુ ચવાણું 08 કિલો.

ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ નમૂના લેવામાં આવ્યા
1. મોહનથાળ (લુઝ) સ્થળ
સ્થળ: ભારત સ્વીટ માર્ટ, દિગ્વિજય રોડ, કિશોરસિંહજી રોડ
2.લાસા લાડુ (મિઠાઇ,લુઝ)
સ્થળ: સ્વામિનારાયણ ફરસાણ, લક્ષ્મીવાડી મે. રોડ, હવેલી ચોક
3.સેવ (ફરસાણ -લુઝ)
સ્થળ:-વિર બાલાજી ફરસાણ એન્ડ સ્વીટ, શોપ નં 3, શિવધારા કોમ્પલેક્ષ, ગોવિંદબાગ શાક માર્કેટ, બાલક હનુમાનજી ચોક પાસે
4.તીખી પાપડી (લુઝ)
સ્થળ:- ભગવતી ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ, ગોવિંદબાગ શાક માર્કેટ

શંકાસ્પદ દૂધના લીધેલ નમૂનાની વિગત

  • ધર્મપ્રિય ડેરી,લક્ષ્મીવાડી મે. રોડ મિક્સ દૂધ (લુઝ)
  • ભારતવિજય ડેરી ફાર્મ,લક્ષ્મીવાડી મે . રોડ મિક્સ દૂધ (લુઝ)
  • વૃંદાવન ડેરી ફાર્મ,પુજારા પ્લોટ મે. રોડ મિક્સ દૂધ (લુઝ)
  • વિકાસ ડેરી ફાર્મ,લક્ષ્મીવાડી મે . રોડ મિક્સ દૂધ (લુઝ)
  • ભારત ડેરી ફાર્મ,કોઠારીયા કોલોની મિક્સ દૂધ (લુઝ)
  • તિરૂપતિ ડેરી ફાર્મ,કોઠારીયા કોલોની મિક્સ દૂધ (લુઝ)
  • યોગેશ્વર ડેરી ફાર્મ,કોઠારીયા કોલોની મિક્સ દૂધ (લુઝ)
  • યોગેશ્વર ડેરી ફાર્મ,સોરઠીયા વાડી ચોક મિક્સ દૂધ (લુઝ)
  • ધર્મપ્રિય ડેરી,લક્ષ્મીવાડી મે . રોડ ગાયનું દૂધ (લુઝ)
  • અશોકવિજય ડેરી ફાર્મ,કોઠારીયા રોડ મિક્સ દૂધ (લુઝ)
  • અશોક ડેરી,સહકાર મે. રોડ મિક્સ દૂધ (લુઝ)
  • સોનલ ડેરી ફાર્મ, આનંદનગર મિક્સ દૂધ (લુઝ)
  • ગોકુલ ડેરી, સોરઠીયાવાડી મિક્સ દૂધ (લુઝ)
  • શ્રીનાથજી ડેરી, બોલબાલા માર્ગ મિક્સ દૂધ (લુઝ)
  • ખોડીયાર દુગ્ધાલય, કોઠારીયા રોડ મિક્સ દૂધ (લુઝ)
  • શિવ દુગ્ધાલય, મેહુલનગર મે. રોડ મિક્સ દૂધ (લુઝ)
  • બજરંગ ડેરી ફાર્મ, મેહુલનગર મે. રોડ મિક્સ દૂધ (લુઝ)
  • નવરંગ ડેરી ફાર્મ, મેહુલનગર મે. રોડ મિક્સ દૂધ (લુઝ)
  • આવળ ડેરી ફાર્મ, બોલબાલા માર્ગ મિક્સ દૂધ (લુઝ)
  • શ્રી નકલંક ડેરી ફાર્મ, કોઠારીયા રોડ મિક્સ દૂધ (લુઝ)
  • શ્રી નકલંક ડેરી ફાર્મ, કોઠારીયા રોડ ગાયનું દૂધ (લુઝ)
  • દિનેશ ડેરી ફાર્મ, આનંદનગર મે. રોડ મિક્સ દૂધ (લુઝ)
  • ખોડીયાર ડેરી, માસ્તર સોસાયટી મે. રોડ મિક્સ દૂધ (લુઝ)
  • સિતારામ ડેરી, બોલબાલા માર્ગ મિક્સ દૂધ (લુઝ)
  • તિરૂપતિ ડેરી ફાર્મ, હસનવાડી મે. રોડ મિક્સ દૂધ (લુઝ)
  • સત્યમ ડેરી ફાર્મ, કોઠારીયા રોડ ભેંસનુ દૂધ (લુઝ)
  • મહેશ ડેરી ફાર્મ, ગાયત્રીનગર મે. રોડ મિક્સ દૂધ (લુઝ)
  • રાધાકૃષ્ણ ડેરી, આનદનગર મે. રોડ મિક્સ દૂધ (લુઝ)
અન્ય સમાચારો પણ છે...