આફત:વાવાઝોડાની સૌરાષ્ટ્રમાં અસર થશે કે નહીં, 31મીએ ખબર પડશે

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હવાનું દબાણ સર્જાયું, સાઇક્લોન બનીને કઈ દિશામાં જાય તે નક્કી નહીં
  • હીટવેવની આગાહી, રાજકોટમાં તાપમાન 43 ડિગ્રીની નજીક રહેશે

અરબી સમુદ્રમાં હવાનું લો પ્રેશર સર્જાયું છે જે સાઇક્લોન બનીને સૌરાષ્ટ્ર કાઠે ટકરાય તેવી સંભાવના છે. જો કે હજુ સુધી હવામાન વિભાગે તેની પુષ્ટિ કરી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર હજુ તો સમુદ્રમાં હવાનું દબાણ સર્જાયું છે તેમાંથી સાઇક્લોન બને તેવી સંભાવના છે અને બને ત્યારબાદ તેની દિશા નક્કી કરી શકાશે. હવામાન વિભાગ હજુ તેનો અભ્યાસ કરી રહ્યું છે અને 31મીએ સાઇક્લોન અંગે પૂરી આગાહી કરાશે કે સાઇક્લોન કઈ કેટેગરીનું બનશે તેમજ તેની દિશા કઈ તરફ રહેશે. સૂત્રોએ એમ પણ ઉમેર્યું છે કે જો આ સાઇક્લોન આકાર લે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર આવે તો વરસાદ આવી શકે છે પણ તે ચોમાસું નહીં ગણાય. સાઇક્લોનને કારણે દરિયાઈ પવનોમાં વિક્ષેપ પડશે અને વરસાદ લાયક પવનોને ફરીથી સેટ થતા 20 દિવસ જેવો સમય લાગતાં ચોમાસું મોડું થશે. રાજકોટમાં 42.3 ડિગ્રી સેલ્શિયસ તાપમાન નોંધાયું છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભાવનગરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે અને ત્યાં બુધવારે જ 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

અન્ય સમાચારો પણ છે...