આકાશી વીજળીમાંથી 'પાવર’નું નિર્માણ!:અમદાવાદ હોય કે અમરેલી, વીજળી પડશે તો ઈસરો લોકેશન પકડી લેશે; રાજકોટમાં 200 કિમી રેન્જનું સેન્સર છે કમાલનું

રાજકોટ2 મહિનો પહેલાલેખક: રક્ષિત પંડ્યા

ચોમાસા દરમિયાન અનેક જગ્યાએ વીજળી પડવાના બનાવ સામે આવતા રહે છે. 6 દિવસ પહેલાં રાજ્યમાં વીજળી પડવાની અલગ અલગ ઘટનામાં 5 લોકોનાં મોત થયાં હતાં. વીજળી પડવાને કારણે જાનમાલને પણ નુકસાન થાય છે. ત્યારે ઈસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન) દ્વારા વીજળીમાંથી પાવર ઉત્પન્ન કરવા માટે લાઈટનિંગ ડિટેક્શન સેન્સર મશીન પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત દેશમાં 10 જગ્યા પર મૂકવામાં આવ્યા છે. દેશમાં 10 જગ્યામાંથી બે સ્થળ એવાં રાજકોટ અને કચ્છના માંડવીનો સમાવેશ થાય છે.

આ સેન્સર મશીનની આસપાસ 200 કિલોમીટરની રેન્જમાં વીજળી પડે તો એનું ચોક્કસ લોકેશન ડેટા સ્ટોર થશે અને એના આધારે ઈસરો દ્વારા આગળ કામ કરવામાં આવશે. આમ, રાજકોટમાં મૂકેલું સેન્સર અમદાવાદ જિલ્લાના બાવળાથી લઈ અમરેલી સહિત 11 જિલ્લામાં પડતી વીજળીનું પર્ફેક્ટ લોકેશન જાણી શકાશે. ઉલ્લેખનીય છે કે રાજકોટના કાલાવડ રોડ પર કણકોટ સ્થિત લાભુભાઈ એન્જિનિયરિંગ કોલેજ ખાતે સેન્સર આજથી એક મહિના પૂર્વે મૂકવામાં આવ્યું હતું.

પાયલોટ પ્રોજેક્ટ સફળ થશે તો જાનહાનિ અટકાવી શકાશે
ચોમાસામાં વાવાઝોડા દરમિયાન વીજળી પાડવાના બનાવ સામે આવતા હોય છે, જેને કારણે જાનમાલને પણ નુકસાન થતું હોય છે, ત્યારે આ આ પાયલોટ પ્રોજેક્ટ સફળ થતાં જો વીજળીમાંથી પાવર કેપ્ચર કરવાની સિસ્ટમ અમલમાં આવે તો આગામી દિવસોમાં વીજળી પડવાથી જાનમાલને થતું નુકસાન પણ અટકાવી શકાશે.

અન્ય સમાચારો પણ છે...