નિર્ણય:રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસ આવે તે વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરી શેરી ગરબાને પણ મંજૂરી અપાશે નહીં: મ્યુનિ. કમિશનર

રાજકોટ2 મહિનો પહેલા
પ્રતિકાત્મક તસવીર.
  • જરૂર પડ્યે નવરાત્રિના આયોજન થાય ત્યાં વેક્સિનેશન બૂથ અને ટેસ્ટિંગ બૂથ ચાલુ કરાશે

રાજકોટમાં નવરાત્રિમાં શેરી ગરબાને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આજે મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરાએ જણાવ્યું છે કે, શહેરમાં જ્યાં પણ કોરોના પોઝિટિવ કેસ આવે તે વિસ્તારને કન્ટેઈનટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે. આ વિસ્તારમાં લોકોએ જીવન જરૂરિયાતના કામો માટે જ બહાર જવાની મંજૂરી હશે. તે સિવાય કોઈ જ બહાર નીકળી શકશે નહીં. આવા કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં શેરી ગરબાને પણ મંજૂરી આપવામાં આવશે નહીં.

નવરાત્રિમાં વેક્સિનનેશન બૂથ અને ટેસ્ટિંગ વધારાશે
વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં નવરાત્રિ સહિતના તહેવારો દરમિયાન કોરોનાના કેસ વધે નહીં અને સંક્રમણ ફેલાય નહીં તે માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના આદેશ મુજબ આપણે કોરોના ટેસ્ટિંગ ચાલુ છે અને રોજ 1500થી વધુના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.આગામી દિવસોમાં ટેસ્ટિંગ વધારવામાં આવશે. મોટા તહેવારમાં આપણે આગામી દિવસોમાં ટેસ્ટિંગ અને વેક્સિનેશન બૂથ વધારવામાં આવશે. જ્યાં સુધી શક્ય હશે ત્યાં સુધી ડોર ટુ ડોર વેક્સિન આપવામાં આવશે.

રાજકોટ મનપાના કમિશનર અમિત અરોરા.
રાજકોટ મનપાના કમિશનર અમિત અરોરા.

મનપાના વિપક્ષ નેતાની પ્રાચીન ગરબીને લઇ માગ
તેમજ મનપાના વિપક્ષ નેતા ભાનુબેન સોરાણીએ જણાવ્યું છે કે, પવિત્ર નવરાત્રીનો પ્રારંભ થતો હોય અને સમગ્ર રાજકોટ શહેરના તમામ વિસ્તારોમાં પ્રાચીન શેરી ગરબીઓ યોજાતી હોય ગરબીઓમાં બાળાઓ રમતી હોય ત્યારે ખુલ્લા પગે ગરબા રમતી વખતે કોઈ અડચણ ન થાય તે માટે ગરબી ચોકમાં જ્યાં પેવિંગ બ્લોકની જરૂર જણાતી હોય ત્યાં પેવિંગ બ્લોક નાખવાની કામગીરી કરાવવા, આર.સી.સી.થી કામ કરાવવા, ડામર કામ કરાવવા, જરૂર જણાય ત્યાં પેચ વર્ક કરાવવા, મેટલિંગ કામ કરાવવા, અને મોરમ નખાવવા માટેની કામગીરી 48 કલાકમાં કરવા માટે કમિશનરને રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...