તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • When There Was One Case, 50 Thousand Liters Of Sanitizer Was Sold Daily, Now There Are 150 Cases In Rajkot But The Consumption Is 30 Thousand Liters!

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેનિટાઇઝરનું ગણિત:એક કેસ હતો ત્યારે રોજનું 50 હજાર લિટર સેનિટાઈઝર વેચાતું, હવે રાજકોટમાં 150 કેસ આવે છે પણ વપરાશ 30 હજાર લિટર!

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • ગત વર્ષ કરતા રોજનો 20 હજાર લિટર વપરાશ ઘટ્યો, માસ્કનું વેચાણ છેલ્લા 15 દિવસમાં વધ્યું

ગત વર્ષની સરખામણીએ અત્યારે માસ્ક અને સેનિટાઈઝર સસ્તા થયા, પરંતુ લોકોની બેદરકારી મોંઘી પડી. રાજકોટમાં પહેલો કેસ આવ્યો ત્યારે રોજનું 50 હજાર લિટર સેનિટાઈઝરનો વપરાશ થતો હતો, પરંતુ હવે રોજના 150 કેસ આવતા હોવા છતાં અત્યારે રોજ માત્ર 30 હજાર લિટર જ સેનિટાઈઝર મેડિકલ સ્ટોરમાં વેચાતું હોવાનું રાજકોટના મેડિકલના વેપારી પ્રણવભાઈ ઉનડકટ જણાવે છે, જ્યારે માસ્કનું વેચાણ છેલ્લા 15 દિવસથી વધ્યું છે.

ગત માર્ચમાં મહિનાની 5 બોટ ઓછી પડતી હતી
રાજકોટ ડ્રગીસ્ટ કેમિસ્ટ કાઉન્સિલના મંત્રી અનિમેષભાઈ દેસાઈ જણાવે છે કે, ગત માર્ચ માસથી લઇને સપ્ટેમ્બર માસ સુધી એક મેડિકલમાંથી રોજના 150 કેરબા આવતા તો પણ તે ઓછા પડતા હતા, પંરતુ હવે માત્ર 15 કેરબા જ ખપે છે. છેલ્લા ચાર માસથી સેનિટાઈઝર અને માસ્ક બન્નેનો વપરાશમાં ઘટાડો નોંધાયો છે. અત્યારે મેડિકલમાં 2 લિટરના સેનિટાઈઝરની બોટલ ગ્રાહકોને પ્રવેશ સમય પહેલા વપરાશ માટે રાખી છે. આમ છતાં તે 5 દિવસે ખાલી થતી નથી. જ્યારે ગત માર્ચ માસમાં 5 લિટરની બોટલ પણ ઓછી પડતી હતી.

કોરોના લહેર પૂરી થતા લોકો બેદરકાર બન્યાં
ગત માર્ચ માસમાં કોરોનાનો એક જ કેસ રાજકોટમાં આવ્યો ત્યારે કોરોનાથી બચવા માટે લોકોએ માસ્ક અને સેનિટાઈઝરનો સહારો લીધો હતો, પંરતુ 15 જાન્યુઆરીથી કોરોનાની પ્રથમ લહેર પૂરી થતાની સાથે જ કેસ ઘટવા લાગ્યા છે, પરંતુ શરૂઆતમાં દાખવેલી તકેદારી આખરે બેદરકારીમાં પરિણમી અને તે બેદરકારી મોંઘી પડી છે.

ગત માર્ચ માસમાં આ પરિસ્થિતિ હતી
1 લોકડાઉન જાહેર થતાની સાથે જ મેડિકલ સ્ટોરમાં બીપી અને ડાયાબિટીસની દવા લેવા માટે લોકોની લાંબી લાઇન હતી.
2 લોકો જરૂરિયાતની દવા ઓછી લેતા હતા અને પરંતુ સેનિટાઈઝર અને માસ્ક લેવાનું ચૂકતા નહીં.
3 લોકો એકબીજાનું સેનિટાઈઝર વાપરવાનું ટાળતા હતા અને પોતાની વ્યક્તિગત સેનિટાઈઝરની બોટલ રાખતા હતા
4 માસ્કની ડિમાન્ડ નીકળતા માસ્કના કાળાબજાર થયા હતા. લોકોએ 350 રૂપિયા ચૂકવીને પણ તેની ખરીદી કરી હતી.
5 હેન્ડ ગ્લોવ્ઝનો વપરાશ વધ્યો હતો. લોકો જ્થ્થામાં ગ્લોવ્ઝની ખરીદી કરી લેતા હતા.
6 રાજકોટના ઉદ્યોગકારો, નાના ધંધાર્થીઓએ સેનિટાઈઝર ટનલ બનાવી અને તેનો વપરાશ મેડિકલ સ્ટોર, હોસ્પિટલ, જાહેર સ્થળોએ થતો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો