તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તજવીજ:પત્નીએ ફરિયાદ કરી તો યુવક ઝેર પી પોલીસ સ્ટેશને ગયો

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતિ પૈસા આપતો નહીં હોવાથી યુવતીએ રાવ કરી

ઉદયનગરની મહિલા તેના પતિ સામે ફરિયાદ નોંધાવવા પહોંચી હતી, આ અંગે પોલીસે બોલાવતા યુવક ઝેરી દવા પી પોલીસ સ્ટેશને પહોંચતા દોડધામ મચી ગઇ હતી. યુવકને તાકીદે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મવડી ચોકડી પાસે રહેતા દક્ષાબેન રામાનુજ બપોરે મહિલા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને તેણે તેના પતિ લખન ભરતભાઇ રામાનુજ સામે રાવ કરી હતી, તેણે આઠ વર્ષ પહેલા રિક્ષાચાલક લખન સાથે પ્રેમલગ્ન કર્યા હતા, કેટલાક સમયથી પતિ લખન ઘરખર્ચના પૈસા આપતો નહોતો અને ત્રાસ પણ આપતો હતો.

દક્ષાબેનની વાત સાંભળી મહિલા પોલીસે લખનને ફોન કરી તેની પત્ની ફરિયાદ કરવા આવ્યાની અને પોલીસ સ્ટેશને પહોંચવા લખનને કહ્યું હતું. લખન મહિલા પોલીસ સ્ટેશને પહોંચવા પહેલા રેસકોર્સ મેદાનમાં ગયો હતો અને ત્યાં ઝેરી દવા પીધા બાદ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસ સ્ટેશનમાં તે ઊલટી કરવા લાગતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

તરુણીએ ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી
કોઠારિયા ગામના મંગલપાર્કમાં રહેતી યસ્વી ચેતનભાઇ તલસાણિયા (ઉ.વ.17)એ સાંજે 5 વાગ્યે પોતાના ઘરે ફાંસો ખાઇ લીધો હતો, જાણ થતાં પરિવારજનોએ તેને હોસ્પિટલમાં ખસેડી હતી પરંતુ તેનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે આજી ડેમ પોલીસ દોડી ગઇ હતી અને આપઘાતનું કારણ જાણવાની તજવીજ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...