તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટમાં જિલ્લા પંચાયત ગ્રામ્ય તેમજ નગરપાલિકા વિસ્તારના કોરોનાના આંક જાહેર કરે છે, જ્યારે શહેરી વિસ્તાર માટે મહાનગરપાલિકા આંક જાહેર કરે છે. આ બંને વિસ્તારો અલગ અલગ છે છતાં કોરોનાના આંકડાઓમાં સમાનતા જોવા મળી રહી છે જે ઘણી શંકાઓ જન્માવે છે. જેમ કે જે દિવસે શહેરમાં કોરોનાના કેસ વધુ આવ્યા હોય તે જ દિવસે જિલ્લા પંચાયતે જાહેર કરેલા ગ્રામ્યના કેસ પાછલા દિવસ કરતા ઓછા થાય છે. જે દિવસે શહેરમાં કેસ ઓછા હોય ત્યારે વળી ગ્રામ્યના કેસમાં ઉછાળો આવે છે.
દિવ્ય ભાસ્કરે નવેમ્બર માસમાં જ કોરોનાના આંકડા કૌભાંડનો પર્દાફાશ કરી સાબિત કર્યું હતું કે, તંત્ર કોરોનાના આંક છુપાવી રહ્યું છે. ત્યારબાદ વધુ એક વખત આંકડાઓની શંકાસ્પદ પેટર્ન જોવા મળી રહી છે. જેમ કે 29 નવેમ્બરે શહેરમાં 96 કેસ હતા ત્યારે ગ્રામ્યમાં 53 કેસ હતા. બીજા દિવસે 30 તારીખે શહેરમાં કેસ વધીને 105 થયા તો ગ્રામ્યમાં ઘટીને 35 થઈ ગયા હતા. 1 ડિસેમ્બરે શહેરમાં કેસ ઘટીને 94 થયા તો બીજી તરફ ગ્રામ્યમાં કેસ વધીને 66 થઈ ગયા હતા. જ્યારે શહેરી વિસ્તારમાં કેસ વધે ત્યારે જ ગ્રામ્યમાં કેસ ઘટે અને શહેરમાં ઘટે ત્યારે ગ્રામ્યમાં વધે આ પ્રકારના કોરોનાના કેસનો સંબંધ કદાચ માત્ર રાજકોટ જિલ્લામાં જ હશે.
ક્યારે કેટલા કેસ
તારીખ | ગ્રામ્ય કેસ | શહેર કેસ |
20-11 | 54 | 83 |
21 | 48 | 89 |
22 | 54 | 91 |
23 | 59 | 95 |
24 | 45 | 83 |
25 | 58 | 69 |
26 | 51 | 87 |
27 | 44 | 95 |
28 | 53 | 98 |
29 | 53 | 96 |
30 | 35 | 105 |
1-12 | 66 | 94 |
2 | 45 | 108 |
3 | 48 | 93 |
4 | 50 | 93 |
5 | 44 | 101 |
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.