તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:પ્રેમસંબંધનો ભાંડો ફૂટી જતાં તરુણીનો અભ્યાસ છોડાવ્યો, અંતે પ્રેમી ભગાડી ગયો

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નાના ભાઇઓની નજર સામે બાઇક પર બેસાડી લઇ ગયો

રૈયાધાર વિસ્તારમાં સાત દિવસમાં બીજી તરુણીનું લગ્નની લાલચે અપહરણ થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. રૈયાધાર વિસ્તારમાં પત્ની, પુત્રી અને બે પુત્ર સાથે રહેતા યુવાને નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં જ રહેતા ગોવિંદ વલ્લભ છીપરિયાનું નામ આપ્યું છે.

ફરિયાદ મુજબ, ધો.9માં અભ્યાસ કરતી 13 વર્ષની મોટી પુત્રીને છ મહિના પહેલા ગોવિંદ સાથે વાતચીત કરતા જોઇ ગયા હતા. તે અંગે પુત્રીને પૂછતા તે ગોવિંદ સાથે વાત કરતી હતી. તેની સાથે પ્રેમસંબંધ હોવાનું અને મોબાઇલ તેને લઇ આપ્યો હોવાનું જણાવ્યું હતું. બાદમાં ચાર મહિના પહેલા શાળામાંથી નામ કમી કરાવી અભ્યાસ છોડાવી દીધો હતો. દરમિયાન મંગળવારે બપોરે પોતે ઘરે હતા. પત્ની નોકરીએ ગઇ હતી. જ્યારે પુત્રી ઘર બહાર કપડાં ધોતી હતી. અને બંને પુત્ર તેની પાસે બેઠા હતા. ત્યારે ત્રણેક વાગ્યાના અરસામાં ગોવિંદ બાઇક પર આવ્યો હતો અને પુત્રીને બાઇકમાં બેસાડી ભગાડી ગયો હતો. બંને નાના પુત્રોએ રોકવાની કોશિશ કરી તેમ છતાં પુત્રીને ગોવિંદ ભગાડી જતા બંને પુત્રોએ પોતાને વાત કરી હતી. પુત્રીની શોધખોળ કરવા છતાં ભાળ નહિ મળતા યુનિવર્સિટી રોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો