બેદરકાર તંત્ર:આગ લાગતા પાવર કટ કરવા ફાયરબ્રિગેડે ફોન કર્યો તો કંટ્રોલરૂમે કહ્યું ‘અમારામાં ન આવે’

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગ બાદ ફાયરશાખાને ડે. મેયરે બોલાવતા PGVCLની ખામી સામે આવી

રાજકોટના લાતી પ્લોટ વિસ્તારમાં રાત્રીના સમયે આગ લાગી હતી. જેની જાણ ડેપ્યુટી મેયરને થતા તેઓએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયર ફાઈટરે આગ બુઝાવી જાનહાની ટળી હતી. બીજા દિવસે આ આગ અંગે રિપોર્ટ મેળવતા નવી જ સમસ્યા ધ્યાને આવી હતી. ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહે જણાવ્યું કે, ‘ફાયર કંટ્રોલરૂમમાં કોઇનો પણ બનાવ સંદર્ભે ફોન આવે એટલે તેનું સરનામું નોંધી લેવાય છે. બાદમાં કંટ્રોલરૂમમાંથી લગત વિસ્તારના સ્ટેશનને જાણ કરી દેવાય છે. આ રીતે બનાવ સ્થળે ઝડપથી પહોંચી શકે છે.

જો કોઇ વિસ્તારમાં શોટસર્કિટ કે વીજલાઈનને કારણે આગ લાગી હોય તો સૌથી પહેલા એ વિસ્તારનો પાવર કટ રાખવો પડે ત્યાં સુધી પાણી મારો ચલાવી શકાય નહીં તેથી ફાયરબ્રિગેડ પીજીવીસીએલના કંટ્રોલરૂમમાં ફોન કરે છે પણ ત્યારે તેમને એવો જવાબ મળે છે કે તેમના ડિવિઝનમાં ન આવે બીજા ડિવિઝનમાં ફોન કરો.

ત્યારબાદ ફરી જવાનો તે ડિવિઝનમાં ફોન લગાવે છે આ કારણે સમય બગડે છે અને આગ વધી જાય છે તેવી માહિતી જવાનોએ આપી હતી. જેથી પીજીવીસીએલના જોઈન્ટ એમ.ડી. પ્રીતિ શર્માને ફોન કરીને જાણ કરી હતી તો તેઓ પણ મામલાની ગંભીરતા સમજ્યા હતા અને ફાયરબ્રિગેડની જેમ સેન્ટ્રલી કંટ્રોલરૂમ શરૂ થાય અને ત્યાં ફરિયાદ આવે એટલે લગત ડિવિઝનમાં જાણ કરી દેવાય માટે કાર્યવાહી થશે તેવો પ્રત્યુત્તર આપ્યો છે.’

અન્ય સમાચારો પણ છે...