તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:પિતાએ મોબાઇલ લઇ દેવાની ના કહેતા યુવતીએ ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી નાખી

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર

શહેરના રૈયાધાર વિસ્તારમાં રહેતી યુવતીએ મોબાઇલ ખરીદી આપવા પિતા પાસે જીદ પકડી હતી, પિતાએ થોડા દિવસ બાદ મોબાઇલ લઇ આપવાનું કહેતા તે બાબતે નારાજ થઇ યુવતીએ ફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો.

રૈયાધાર દ્વારકેશ સોસાયટી પાછળ રહેતી ગોપી ઉર્ફે મીતલ હાજાભાઇ બોળિયા (ઉ.વ.18)એ રવિવારે સવારે 10.30 વાગ્યે પોતાના ઘરે છતના હૂકમાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. જાણ થતાં પરિવારજનોએ તેને નીચે ઉતારી હોસ્પિટલમાં ખસેડી હતી, પરંતુ તેનું મોત નીપજ્યું હતું. યુવતીના આપઘાતની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના એએસઆઇ સાજિદભાઇ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો, અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ગોપી એક ભાઇની એકની એક બહેન હતી, તેના પિતા હાજાભાઇ રિક્ષા ચલાવે છે જ્યારે માતા ઘરકામ કરી પરિવારને આર્થિક મદદરૂપ થાય છે. ગોપીને નવો મોબાઇલ ખરીદ કરવો હતો, આર્થિક સ્થિતિ સારી નહોય હાલમાં મોબાઇલ ખરીદવો પિતા માટે મુશ્કેલ હતું. પહેલી તારીખ બાદ પૈસાની વ્યવસ્થા થયે મોબાઇલ ખરીદી આપશે તેવું પિતાએ કહેતા ગોપીને માઠું લાગી આવ્યું હતું અને મકાનના ઉપરના રૂમમાં જઇ ફાંસો ખાઇ લીધો હતો. યુવાન પુત્રીના આપઘાતથી બોળિયા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો