વિનંતી કરવાનુ ડિંડક:રાજકોટમાં CM આવ્યા ત્યારે કચેરી બંધ રાખી હવે સેવા સેતુના નામે તંત્ર ખર્ચ કરે છે

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શુક્રવારે મુખ્યમંત્રીના સ્વાગતનો તાયફો કરવા ચાલુ દિવસે કચેરીમાં કામ ન થયા

રાજકોટના વોર્ડ નં.16, 17 અને 18 માટે તંત્રએ સેવા સેતુનું આયોજન કર્યું હતું જેમાં 1131 લોકોએ અલગ અલગ સેવાનો લાભ લીધો હતો જોકે આ સેવા સેતુ અઢળક ખર્ચ કરનાર વહીવટી તંત્ર અને મનપા જો કામના દિવસોમાં જ અરજદારોને ધક્કા ન ખવડાવે તો આવા સેવા સેતુ રાખવાની જરૂર જ ન પડે.

શુક્રવારે મુખ્યમંત્રી રાજકોટ શહેરમાં હતા એટલે સ્વાગતનો તાયફો કરવા માટે મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રએ તમામ સ્ટાફને તાયફાના આયોજનમાં વ્યસ્ત કરી દીધો હતો. મનપાએ તો બે મુખ્ય ગેટ લોકો માટે બંધ કરાવી દીધા અને પાર્કિંગ પણ બંધ કરાવી દીધું હતું તો મામલતદાર કચેરીઓમાં રીતસર કામ નહિ કરાય તેવા બોર્ડ મારી દેવાયા હતા જેને કારણે ઘણા અરજદારોને પરત ફરવું પડ્યું હતું.

એક અરજદારે તો મામલતદારને ફોન ઉપર ફરિયાદ કરતા કશું નહિ થાય તેવો જવાબ મળ્યો હતો. શુક્રવારે અરજદારો હેરાન થયા અને શનિવારની રજામાં મનપાએ સેવા સેતુનો કાર્યક્રમ રાખી વધુમાં વધુ લોકો તેનો લાભ લ્યે તેવી વિનંતી કરવાનુ ડિંડક આદર્યું હતું. જો યોગ્ય સમયે લોકોના પ્રશ્ન હલ થાય તો સેવા સેતુમાં અરજદારો ઘટે પણ લોકો કચેરીએ જ એટલા હેરાન થાય છે કે સેવા સેતુમાં એક દિવસમાં 1100થી વધુ લોકો આવ્યા છે. આ ઉપરાંત જો સેવા સેતુના આયોજન થાય તો ત્યાં મંડપ, પંખા સહિતના આયોજન માટે લાખોનો ખર્ચ કરી પ્રજાના પૈસા કોન્ટ્રાક્ટરના ખિસ્સામાં ભરવાના થાય એટલે આ સિસ્ટમ બંધ થતી નથી.

સેવા સેતુમાં આ સેવાઓનો લેવાયો લાભ

કુલ અરજી1131
આધારકાર્ડ240
આવકના દાખલા269
અન્ય સમાચારો પણ છે...