તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

181 ટીમની મદદ:ભાઈએ સરખી રીતે વાત નહિ કરતા યુવતી પુત્રને લઇને ઘરેથી નીકળી ગઈ

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજકોટમાં રહેતી અને પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરનાર યુવતીએ લગ્ન બાદ બે વર્ષ પછી પિયરમાં ફોન કર્યો હતો. ફોન પર ભાઈએ એલફેલ બોલતા યુવતીને લાગી આવતા તે પોતાના બાળકને લઈને ઘરની બહાર નીકળી ગઈ હતી. અમૂલ સર્કલ પાસે યુવતી તેના બાળક સાથે એકલી બેઠી હોવાની જાણ 181ની ટીમને થતા સમગ્ર ટીમ ત્યાં પહોંચી ગઇ હતી અને યુવતીનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. યુવતી અગાઉ પણ ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી અને ચોટીલા પહોંચી ગઈ હતી.

યુવતી એક કલાકથી અમૂલ સર્કલ પાસે તેના બાળકને લઈને બેઠી હતી.181ની ટીમ સાથે તે વાત કરે એ માટે તેનું કાઉન્સેલિંગ કરાયું હતું. યુવતીએ વાતચીતમાં જણાવ્યું હતું કે, તેને પ્રેમલગ્ન કર્યા ત્યારથી માતા અને ભાઈ સાથે સંબંધ નથી.ફોન પર ભાઈએ સરખી રીતે વાત નહિ કરતા ગુસ્સો આવતા તે ઘરેથી નીકળી ગઈ હતી. 181ની ટીમે પીડિતા પાસેથી તેના પતિનો નંબર લઈને સમગ્ર ઘટનાની જાણ કરી હતી અને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો