જરીવાલાના નાટ્યાત્મક વળાંક પર CR બોલ્યા:'કંચનભાઈ પ્રચાર માટે નીકળ્યા તો પ્રજાએ AAP પાર્ટીનો વિરોધ કર્યો એટલે ઉમેદવારી પરત ખેચી'

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જનસભાનો પ્રારંભ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા કરવામાં આવ્યો - Divya Bhaskar
જનસભાનો પ્રારંભ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા કરવામાં આવ્યો

સુરતમાં બે દિવસ પૂર્વે ભારે રાજકીય ડ્રામાં સર્જાયો હતો. જ્યાં પૂર્વ બેઠક પર AAPના ઉમેદવાર કંચન જરીવાલા 48 કલાક સુધી ગાયબ રહ્યા હતા અને અચાનક તેઓ ચૂંટણી કચેરીએ ઉપસ્થિત થયા અને 'રાજીખુશી'થી ઉમેદવારી પાછી ખેંચવાની નોટિસ આપી હતી. એ સમયે AAP દ્વારા એવા આક્ષેપ થયા હતા કે ભાજપ દ્વારા તેમનું અપહરણ કરવામાં આવ્યું છે. આ મુદ્દે આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે નિવેદન આપ્યું હતું કે, જરીવાલાએ સ્વેચ્છાએ પોતાનું ઉમેદવારી પત્રક પરત ખેંચ્યું હતું. છતાં પણ AAP દ્વારા એવા આક્ષેપ થતા હતા કે ભાજપ દ્વારા તેનું ઉમેદવારી પત્રક પરત ખેંચવામાં આવ્યું છે. જ્યારે સત્ય ગુજરાતની સરકાર જાણે છે. કંચનભાઈ જ્યારે પ્રચાર માટે નીકળ્યા હતા ત્યારે ખુદ સુરતની જનતા તેમને એવું કહેતી હતી કે તમે એ પાર્ટી માટે મત માંગો છો જે ખોટી છે, અમે આવી આમ આદમી પાર્ટીને મત આપવાના નથી આ લોકો ખોટા વચન કરે છે એ બધા કારણે જરીવાલાએ ઉમેદવારી પરત ખેચી હતી.

AAPના ઉમેદવાર કંચન જરીવાલા 48 કલાક સુધી ગાયબ રહ્યા હતા
AAPના ઉમેદવાર કંચન જરીવાલા 48 કલાક સુધી ગાયબ રહ્યા હતા

હવે રેવડીવાળા લોકો આવી ગયા છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પગલે હાલ સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તેના સ્ટાર પ્રચારકોને મોકલવામાં આવી રહ્યા છે અને તેમના દ્વારા ઉમેદવારોને જીતાડવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે ત્યારે આજે રાજકોટ દક્ષિણની બેઠક પર ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળાની જંગી જનસભાનો પ્રારંભ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા કરવામાં આવ્યો હતો. જ્યાં તેણે પોતાના વક્તવ્યમાં AAP પર પ્રહાર કરતાં કહ્યું હતું કે,હવે રેવડીવાળા લોકો આવી ગયા છે પણ ગુજરાતની જનતા ક્યારેય કોઈ બીજા પક્ષને સ્વીકારશે નહીં.

કંચન જરીવાલાએ પોતાનું ફોર્મ પરત ખેચ્યું હતું
કંચન જરીવાલાએ પોતાનું ફોર્મ પરત ખેચ્યું હતું

ભ્રષ્ટાચાર દિલ્હીમાં થતો હશે ગુજરાતમાં નહીં
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદમાં મારી સભા પૂર્ણ થયા બાદ એક પત્રકારે મને એવો પ્રશ્ન કર્યો હતો કે, જો કેજરીવાલની સરકાર આવશે તો ગુજરાતમાં શું અસર પડશે! તે વખતે મેં તેમને સામે પૂછ્યું હતું કે, કેજરીવાલ જે વચનોની વાત કરી રહ્યા છે. એ પૂર્ણ કરવા માટે કેટલા રૂપિયા જોઈએ તો પત્રકારે એવી વાત કરી હતી કે 8.30 લાખ કરોડ રૂપિયા. હવે ગુજરાત સરકારનું બજેટ અઢી લાખ કરોડ રૂપિયા છે બાકીના છ લાખ કરોડ રૂપિયા ક્યાંથી આવશે? એ સમયે મેં આ વાત પત્રકારને પૂછતાં પત્રકારે એવો જવાબ આપી દીધો કે કેજરીવાલ તો ભ્રષ્ટાચારને નાબૂદ કરશે. ત્યારે મેં ફરી પૂછ્યું હતું કે ભ્રષ્ટાચારની વાત તો પછી આવે જે સરકારનું બજેટ જ અઢી લાખ કરોડ રૂપિયા છે ત્યાં વધારાના 6.30 લાખ કરોડ રૂપિયા આવે છે ક્યાંથી? ભ્રષ્ટાચાર દિલ્હીમાં થતો હશે ગુજરાતમાં નહીં.

રેવડીબાજને એક પણ મત આપવો નહીં
વધુમાં તેમને જણાવ્યું હતું કે મારી ગુજરાતની જનતાને અપીલ છે કે આવા રેવડીબાજને એક પણ મત આપવો નહીં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કારણે દેશનો વિકાસ થયો છે દેશને ઘણું મળ્યું છે, નરેન્દ્ર ભાઈ જ્યારે ગુજરાતમાં હતા ત્યારે ગુજરાતે વૈશ્વિક ઓળખ મળી છે અને જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે વિકાસના નામે કંઈ પણ થયું નથી એ ગુજરાતની જનતા જાણે છે. અંતમાં તેમણે રમેશ ટીલાળાને જંગી બહુમતીથી જીતાડવા માટે અપીલ કરી હતી

પૂર્વ કોંગી નેતા અને ખોડલધામના પૂર્વ ટ્રસ્ટી ભાજપમાં જોડાયા
આ સભા દરમિયાન કોંગ્રેસને મોટો ફટકો પડયો હતો. ખોડલધામના પૂર્વ ટ્રસ્ટી અને જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ડો.દિનેશ ચોવટીયાએ ચૂંટણી પહેલા ભાજપમાં પ્રવેશ કર્યો હતો. તેમણે આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ખેસ પહેરી ભાજપમાં સત્તાવાર પ્રવેશ કર્યો હતો. જ્યાં તેમણે મીડિયાને જણાવ્યું હતું કે,મેં બે વર્ષ પૂર્વે જ કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડી તમામ હોદા પરથી રાજીનામું આપ્યું હતું.કોંગ્રેસ પક્ષમાં સિનિયરોની અવગણના થાય છે અને ઉમેદવારની ટિકિટ વેચાય છે. એટલે જ હું ભાજપમાં જોડાયો છું.

કોંગ્રેસ પક્ષમાં ઉમેદવારની ટિકિટ વેચાય છે: ડો.દિનેશ ચોવટીયા
કોંગ્રેસ પક્ષમાં ઉમેદવારની ટિકિટ વેચાય છે: ડો.દિનેશ ચોવટીયા

2017ની વિધાનસભાની ચૂંટણીમાં હાર મળી હતી
ડિસેમ્બર 2017ની વિધાનસભાની ચૂંટણી સમયે ડો.દિનેશ ચોવટીયા રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક પરથી ભાજપના ગોવિંદ પટેલ સામે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી. જેમાં તેમને હાર મળી હતી. વર્ષ 2017માં પાટીદાર અનામત આંદોલનની અસરના કારણે કોંગ્રેસ દ્વારા પાટીદાર આગેવાનોને મેદાને ઉતારવામાં આવ્યા તેમાના એક હતા. દિનેશ ચોવટીયા કોંગ્રેસના સિનિયર આગેવાનની સાથોસાથે લેઉવા પાટીદાર સમાજના સૌથી મોટા ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી રહી ચૂક્યા છે. વર્ષ 2010થી 2017 સુધી તેઓ ટ્રસ્ટના ટ્રસ્ટી હતા અને વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતા તેઓએ ટ્રસ્ટમાંથી રાજીનામું આપ્યું હતું.