• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • When He Became The CM, Modi Had A Pudla Feast At The Bhatt Family's House, After Becoming The PM, He Did A Road Show From Home Today.

PMના આગમનનો ઉમળકો:મોદીએ ભટ્ટ પરિવારના ઘરે પુડલાની મિજબાની માણી હતી, PM બન્યા બાદ આજે ઘર પાસેથી રોડ-શો કર્યો

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભટ્ટ પરિવાર - Divya Bhaskar
ભટ્ટ પરિવાર

રાજકોટમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભવ્ય રોડ રહ્યો હતો. જેમાં જુદા જુદા 67 જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા હતા. જ્યાં રઘુવંશી સમાજ, બ્રહ્મ સમાજ, ક્ષત્રિય સમાજ, આહીર સમાજ સહિતના સમાજના લોકો એકઠા થયા હતા. એ સમયે જનસંઘના પ્રચારક ગીરીશભાઈ ભટ્ટ અને તેના પરિવારે પણ PM મોદીને હર્ષનાદ સાથે આવકાર આપ્યો હતો. જ્યાં ગીરીશભાઈ ભટ્ટ અને તેના પરિવારે PM નરેન્દ્ર મોદી સાથેના પોતાના જુના સંસ્મરણો વાગોળ્યા હતા જ્યાં તેમના ધર્મ પત્નીએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી જ્યારે સીએમપદના ઉમેદવાર બન્યા હતા ત્યારે નિયમિત તેમના ઘરે આવતા હતા.ખાડિયા કાર્યાલય ખાતે જ્યોતિબેન ભટ્ટે PM મોદીને પુડલા ખવડાવ્યા હતા.

ભટ્ટ પરિવાર સાથે નરેન્દ્ર મોદીનો પારિવારિક સંબંધ
આ અંગે ગિરીશભાઈ ભટ્ટના ધર્મપત્ની જ્યોતિબેન ભટ્ટે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્યારે નરેન્દ્ર મોદી પીએમપદના ઉમેદવાર હતા ત્યારે પ્રચાર પ્રસાર માટે તેમના ઘરે આવ્યા હતા અને તેમના સાસુ-સસરાના ચરણસ્પર્શ કરી જીત માટેના આશીર્વાદ લીધા હતા. આ ઉપરાંત નિયમિત પમ મોદી તેમના પરિવાર સાથે સંપર્કમાં રહેતા હતા જ્યારે તેમના પુત્રના લગ્ન થયા હતા એ વખતે પણ નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી અને દાયકાઓથી તેમના પરિવાર સાથે નરેન્દ્ર મોદીનો પારિવારિક સંબંધ છે.

ભટ્ટ પરિવારે PM મોદીને આવકાર્યા
આજે જ્યારે નરેન્દ્ર મોદીનો રોડ-શો યોજાયો હતો એ વખતે ભટ્ટ પરિવારે PM મોદીને આવકાર્યા હતા.નોંધનીય છે કે,ગિરીશ ભાઈ ભટ્ટ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં પ્રચારક તરીકેની ફરજ નિભાવી ચૂક્યા છે. ખાડિયા કાર્યાલય ખાતે જ્યોતિબેન ભટ્ટે PM મોદીને પુડલા ખવડાવ્યા હતા. ત્યારથી આજ સુધી PM મોદીનો નાતો તેમના પરિવાર સાથે છે.

અન્ય સમાચારો પણ છે...