તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નૈતિકતાનું પતન:માણસ જીવન-મૃત્યુ વચ્ચે ઝોલા ખાય ત્યારે રેમડેસિવિરના કાળાબજાર કરે છે, ખોટી દવાઓ બનાવે અને મોતનું તાંડવ રચે, સૌ.યુનિ.ના સર્વેમાં તારણ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ બાબતનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરવું ખૂબ જરૂરી છે - Divya Bhaskar
આ બાબતનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરવું ખૂબ જરૂરી છે
  • શું લોકોમાં સમાજ વિરોધી વ્યક્તિત્વ વિકૃતિનો વધારો થઈ રહ્યો છે?

માજમાં રહેતા લોકોનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસણ અને અધ્યાપક ડો.ધારા આર. દોશી દ્વારા મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં આવ્યું તો જોવા મળ્યું કે તાજેતરના સમયમાં બે પ્રકારના માણસો જોવા મળે છે. એક એવા જે આ મહામારીના સમયમાં પણ માનવતા દાખવી લોકોની કોઈ સ્વાર્થ વગર મદદ કરતા જોવા મળે છે. પરિવારની ચિંતા વગર પણ સતત સેવા કરવી એ જ એમનો ઉદેશ રહ્યો છે. માણસ મોત સામે લડતો હોય છે ત્યારે બીજા રૂપિયા કમાવવાની લાલસા રાખતા હોય છે. માણસ જ્યારે જીવન-મૃત્યુ વચ્ચે ઝોલા ખાય રહ્યો હોય ત્યારે સમાજ વિરોધી વ્યક્તિત્વ ધરાવનાર રેમડેસિવિરના કાળા બજાર કરે છે, ખોટી દવાઓ બનાવે છે અને મોતનું તાંડવ રચી રહ્યાં છે.

માણસો કાળાબજાર કરી પોતાની સાઇડ ઇન્કમ દેખાડે છે
રેમડિસિવરના કાળા બજાર, સેનિટાઇઝના કાળા બજાર, ઓક્સિજન સિલિન્ડર સંગ્રહ, વેક્સિનમાં પણ ઘાલમેલ, ફળોના ભાવ આસમાને, રૂપિયા દેતા હોસ્પિટલમાં બેડ મળે વગેરે બાબતોએ માણસોની કાળી સાઈડ દેખાડી છે. આ સમયે એક વિચાર આવે કે એવી માનવીની કંઈ જરૂરિયાત જે માનવતાને નેવે મૂકી પોતાનો જ સ્વાર્થ સિદ્ધ કરવાના સપનામાં રાચે અને કોઈના જીવન સાથે ખેલ ખેલે. આ બાબતનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરવું ખૂબ જરૂરી છે કે આ પ્રકારનું હલકું, હીન કૃત્ય માનવી શા માટે કરે છે? શા માટે કોઈના જીવન સાથે રમત રમી દવાઓની પણ કાળાબજારી કરે છે? તેના કારણો પર પ્રકાશ પાડવો ખૂબ જરૂરી છે.

આ બાબતનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરવું ખૂબ જરૂરી છે
આ બાબતનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરવું ખૂબ જરૂરી છે

મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ

નૈતિકતાનું પતન
નામથી જ સ્પષ્ટ થાય છે કે આચારનું પતન એ ભ્રષ્ટાચારનું મુખ્ય કારણ છે. નીતિશાસ્ત્રમાં હંમેશા આચારનું પ્રતિનિધિત્વ કરવાનું કહ્યું છે. કોઈનો નૈતિક ઉદય અથવા પતન તેના વર્તનને પણ પ્રભાવિત કરે છે. નીતિની વાતો કરવી અને આચરણ કરવામાં બહુ તફાવત છે. આધુનિક શિક્ષણ પ્રણાલી અને સામાજિક વાતાવરણમાં બાળકોની નૈતિક ઉત્થાન માટેની જે બેદરકારી છે તે બાળકને અને તેના જીવનને અસર કરે છે. જો નીતિ વ્યક્તિના વ્યક્તિત્વમાં હશે તો કોઈનું ખોટું કરતા પહેલા હજાર વખત વિચાર કરશે.

આર્થિક અસમાનતા
દરેક માનવીની કેટલીક પાયાની જરૂરિયાતો હોય છે. પૈસા અને જીવનનિર્વાહ માટેની સુવિધાઓ માટેની કેટલીક ન્યુનત્તમ આવશ્યકતાઓ છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં સમગ્ર વિશ્વમાં આર્થિક અસમાનતા ઝડપથી વધી છે. શ્રીમંત સતત સમૃદ્ધ થતા જાય છે અને ગરીબોને તેમની આજીવિકા માટે સંઘર્ષ કરવો પડે છે. જ્યારે વ્યક્તિની ન્યુનત્તમ આવશ્યકતાઓ સરળ રીતે પૂર્ણ થતી નથી, ત્યારે તે નૈતિકતા પરનો વિશ્વાસ ગુમાવે છે અને ક્યાંક ટકી રહેવા માટે અનૈતિક રહેવાની ફરજ પાડવામાં આવે છે.

સરળ રીત શોધવી
માનવીય સ્વભાવ છે કે ઓછામાં ઓછી મુશ્કેલી લઈને કોઈ પણ ધ્યેય પ્રાપ્ત કરવા માંગે છે. તે દરેક કાર્ય માટે ટૂંકા અને સરળ માર્ગ શોધવાનો પ્રયાસ કરે છે. આના માટે બે રસ્તાઓ હોય શકે છે. એક રસ્તો નૈતિકતાનો હોય શકે છે જે લાંબો અને હેરાન કરી શકે છે અને બીજો ટૂંકો પણ અનૈતિક માર્ગ છે. લોકો તેમના ફાયદા માટે પસંદ કરેલી ટૂંકી રીતથી પોતે ભ્રષ્ટ થઈ જાય છે, તેઓ અન્યને પણ ભ્રષ્ટ થવા માટે પ્રોત્સાહિત કરે છે.

મહત્વાકાંક્ષા
મહત્વકાંક્ષાને કારણે કેટલાક લોકો કૌભાંડો કરીને પણ વધુ પૈસા મેળવવા માટે ઉત્સુક છે અને તેમની જરૂરિયાતો પૂર્ણ કરે છે.

અસંતોષ
જ્યારે વ્યક્તિને કોઈ અસંતોષ છે, ત્યારે તે ભ્રષ્ટ વર્તન કરવાનું શરૂ કરે છે.

સ્વાર્થ અને અસમાનતા
આર્થિક અને સામાજિક અસમાનતાને લીધે પણ વ્યક્તિ પોતાને ભ્રષ્ટ કરે છે. હીનતા અને ઈર્ષ્યાનો ભોગ બનેલા લોકોને ભ્રષ્ટાચાર અપનાવવાની ફરજ પડે છે. વળી લાંચ લેવી, ખોટું કરવું, સગાવાદ, સ્વાર્થ વગેરે ભ્રષ્ટાચારને જન્મ આપે છે.

આત્મમોહી વ્યક્તિત્વ વિકૃતિ
આ પ્રકારનું વર્તન ધરાવનાર વ્યક્તિ આત્મમોહી એટલે કે આત્મ મહત્વની ભાવના વધારે તીવ્ર ધરાવે છે. આવી વ્યક્તિ પોતાની જાતને વધુ મહત્વપૂર્ણ વ્યક્તિ સમજે છે અને પોતે જે કરે એ જ યોગ્ય અને સાચુ.

અન્ય સમાચારો પણ છે...