તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પજવણી:‘નોકરી કરે તો શું થયું, ઘરકામ નહિ કરવાનું’ કહી સાસુનો ત્રાસ

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • કોન્ટ્રાક્ટ પર નોકરી કરતી પરિણીતાને સાસરિયાઓએ ત્રાસ આપી કાઢી મૂકી

શહેરમાં પુત્રવધૂ પર યેનકેન પ્રકારે ત્રાસ આપવાનો સાસરિયાઓમાં ચીલો શરૂ થયો હોય તેમ એક પછી એક સાસરિયાઓના ત્રાસનો ભોગ બનેલી પરિણીતાઓ ન્યાય માટે પોલીસના દ્વાર ખટખટાવી રહી છે. આવા વધુ એક કિસ્સામાં રૈયા ચોકડી પાસે બાર વર્ષની દીકરી સાથે રહેતી પ્રીતિ નામની પરિણીતાએ રાજકોટમાં રહેતા પતિ અલ્કેશ હસમુખભાઇ પિત્રોડા, સાસુ અનસુયાબેન, નણંદ ઇલાબેન અને નણંદોઇ ભરતભાઇ ચંદુભાઇ પરમાર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ, તેના લગ્ન 2006માં અલ્કેશ સાથે થયા છે.

દરમિયાન લગ્નના છ વર્ષ બાદ પોતાને લેબર કોર્ટમાં કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી મળતા પોતે સવારે નોકરીએ કોર્ટમાં જતી આવતી હતી. નોકરીથી પતિને કોઇ વાંધો ન હતો, પરંતુ સાસુ પતિને ચડામણી કરી તારી પત્ની નોકરી કરે તો શું થયું, ઘરકામ નહિ કરવાનું, પુત્રીને પણ સાચવતી નથી તેમ કહેતા હતા. જેને કારણે પતિ પોતાની સાથે ઝઘડો કરી મારકૂટ કરતા હતા.

એટલું જ નહિ કયારેક કોર્ટથી ઘરે આવવામાં મોડું થાય તો નણંદ ઇલાબેન તારી પત્ની એક જ નોકરી કરે છે, હજુ સુધી નથી આવી કહી પતિને ચડાવતા હતા. જેને કારણે પતિ અલ્કેશ કોર્ટની નોકરી મૂકી દેવા દબાણ કરતા હતા. નોકરી મૂકવાની ના પાડતા યેનકેન પ્રકારે મેણાંટોણાં મારી ત્રાસ આપતા હતા.

બાદમાં પતિ અને સાસુએ જામનગર રહેતા નણંદને ત્યાં જવાની જીદ કરી માથાકૂટ કરી પોતાને તેમજ પુત્રીને ઘરમાંથી કાઢી મૂકી હતી. 2016માં કાઢી મૂક્યા બાદ પુત્રી સાથે એકલા રહેતા હોય પતિ સામે ખાધાખોરાકીનો કેસ પણ કર્યો છે. જેથી ગિન્નાયેલા પતિ પોતાને ફોન પર છૂટાછેડા માટે ધમકી આપતા હતા. સમાધાન માટેના અનેક પ્રયત્નો કરવા છતા કંઇ નહિ થતા અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો