તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમન્સ:કેસ કરીને તે શું તીર માર્યું, પતિને કોર્ટનું સમન્સ

રાજકોટ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

કોર્ટે મારું શું બગાડી લીધું અને તે મારી સામે કેસ કરીને શું તીર મારી લીધું તેવું કહેનાર રામનાથપરા-14માં રહેતા સમીર નુરમહમદ કુરેશી સામે ફેમિલી કોર્ટે સમન્સ ઇશ્યૂ કર્યું છે. સમીર કુરેશીના લગ્ન ગાંધીગ્રામમાં રહેતી નુરજહાબાનુ સાથે 2016માં થયા હતા. લગ્ન બાદ દહેજ સહિતના મુદ્દે ત્રાસ આપી નુરજહાબાનુને પુત્રી સાથે પહેરે કપડે કાઢી મૂકી હતી.

ત્યારે પુત્રી સાથેનું ભરણપોષણ કરવું કઠિન હોય નુરજહાબાનુએ એડવોકેટ વિપુલ આર.સોંદરવા મારફતે ફેમિલી કોર્ટમાં ખાધાખોરાકી મેળવવા અરજી કરી હતી. જેથી અદાલતે ખાધાખોરાકીની રકમ ચૂકવવા 2020ના જાન્યુઆરીમાં હુકમ કર્યો હતો. છતાં સમીરે 1 વર્ષ સુધી રકમ ચૂકવી ન હતી. જેથી નુરજહાબાનુની નવી અરજીના પગલે કોર્ટે સમીર કુરેશી સામે સમન્સ ઇશ્યૂ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો