તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખું આગમન:મુંબઈની નવી ફ્લાઈટનું વોટર કેનનથી સ્વાગત, 18મીથી દિલ્હીની ફ્લાઈટ શરૂ થશે

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટથી મુંબઈ સ્પાઈસ જેટની નવી શરૂ થયેલી ફ્લાઈટ સોમવારે જ્યારે રાજકોટ એરપોર્ટ પર લેન્ડ થઇ ત્યારે પરંપરા મુજબ પ્રથમ વખત આવતી ફ્લાઈટનું વોટર કેનનથી સ્વાગત કરાયું હતું. સોમવારે સવારે 8.30 કલાકે સ્પાઈસ જેટની ફ્લાઈટ રાજકોટ એરપોર્ટ પર લેન્ડ થઇ હતી. રાજકોટ આવેલી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં મુંબઈથી 79 યાત્રિક રાજકોટ આવ્યા હતા અને રાજકોટથી 84 યાત્રિક મુંબઈ જવા આ ફ્લાઈટમાં મુસાફરી કરી હતી. 14મીથી રાજકોટ-મુંબઈ ફ્લાઈટ શરૂ કર્યા બાદ હવે આગામી તારીખ 18મીથી સવારે 9.30 કલાકે રાજકોટ-દિલ્હીની ફ્લાઈટ પણ શરૂ થઇ રહી છે. હવે સ્પાઈસ જેટની પણ શરૂ થતા મુંબઈ અને દિલ્હીની 122 સીટિંગ કેપેસિટીની બે-બે ફ્લાઈટનો લાભ મળશે.

શું છે વોટર કેનન પ્રક્રિયા?
એરલાઇન ક્ષેત્રે પાણીની સલામીનો અર્થ આવકારવું એવો થાય છે. લશ્કરી વિમાન અને એરલાઇન્સના એરક્રાફ્ટને એરપોર્ટ પર પ્રથમ ઉતરાણ કરવા પર તેમનું સન્માન કરવા માટે પાણીની સલામી આપવામાં આવે છે. આ સલામીમાં, સામાન્ય રીતે બે અગ્નિશામક ઉપકરણો વિમાન ઉપર પાણી છોડે છે. વિમાનનો આભાર માનવા કોઈપણ નવા વિમાનના ઉતરાણ અને ટેકઓફ સમયે પાણીની સલામી આપવામાં આવે છે.

  • 79 યાત્રિક મુંબઈથી આવ્યા
  • 84 મુસાફર રાજકોટથી મુંબઈ ગયા
  • 02 ફ્લાઈટ મુંબઈની રોજ મળશે
અન્ય સમાચારો પણ છે...