તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિઝનેસ:સોનીબજારમાં લગ્નની ખરીદી શરૂ થઈ, લાઈટ વેઈટ જ્વેલરીની ડિમાન્ડ

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સિક્કાની ખરીદી કરી લોકોએ શુકન સાચવ્યું

દિવાળી પર્વમાં થતા સોના-ચાંદીની ખરીદીમાં જોવા મળી હતી. ધનતેરસ નિમિત્તે લોકોએ લગ્નની ખરીદી કરી લીધી હતી. ભાવ વધારે હોવાને કારણે આ વખતે રાજકોટવાસીઓએ લાઈટ વેઈટ જ્વેલરી ખરીદવાનું પસંદ કર્યું હતું. જ્યારે ચાંદીમાં માર્કેટ માત્ર 5 ટકા જ રહી હતી. એક ગ્રામની લગડી, સોનાના સિક્કા, બિસ્કિટની ખરીદી કરીને લોકોએ મુહૂર્ત સાચવી લીધું હતું.

જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના પ્રમુખ દિવ્યેશભાઈ પાટડિયાના જણાવ્યાનુસાર આ વખતે દાગીનામાં અેન્ટિક જડાઉ જ્વેલરી, સ્ટર્ડ જ્વેલરી, ફેન્સી કાસ્ટિંગ જ્વેલરી, કલકતી બેઝ જ્વેલરી, સાઉથ ઇન્ડિયન ટોપલ જ્વેલરીની ડિમાન્ડ વધુ રહી હતી. રાજકોટમાં તહેવારમાં અંદાજિત રૂ.50 કરોડનો વેપાર થયો છે.જે ગત વર્ષ કરતા 50 ટકા ઓછો હોવાનું મનાઈ રહ્યું છે. ચાંદીબજારમાં ગણેશ મૂર્તિ, ઓમકાર, છત્તર, ચાંદીના વાસણો તેમજ દાગીનામાં સાંકળાની વધુ ખરીદી થઈ હતી.

છેલ્લી ઘડી સુધી ખરીદી ચાલુ રહી
રાજકોટની ગુંદાવાડી, ઘી કાંટા રોડ, લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ,સાંગણવા ચોક સહિતની બજારમાં પ્રથમ નોરતાથી જ ખરીદી શરૂ થઇ ગઇ છે. જે દિવાળીની રાતે પણ છેલ્લી ઘડીની ખરીદી ચાલુ રહી હતી. દિવાળીની રાત્રે વિવિધ બજારમાં પગ મૂકવાની જગ્યા હતી નહીં તેટલી ભીડ ઊમટી હતી. ધર્મેન્દ્ર રોડ વેપારી એસોસિએશનના પ્રમુખ પ્રનાદભાઈ કલ્યાણીના જણાવ્યાનુસાર બજારમાં કાપડ માર્કેટ, કટલેરી અને ફૂટવેર માર્કેટમાં વધુ ખરીદી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો