તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:લોકડાઉન બાદ રિયલ એસ્ટેટ સ્થિતિ અંગે વેબિનાર

રાજકોટ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અર્થતંત્રમાં બાંધકામ ઉદ્યોગનો હિસ્સો સહિતના મુદે્ રોકાણકારોને અપાશે માર્ગદર્શન

રાજકોટ બિલ્ડર્સ એસોસિએશન યૂથ વિંગે વધુ એક વેબિનારનું 13 મેના આયોજન કર્યું છે. લાઇવ ઓન ઝૂમ તથા ફેસબુક (આરબી રાજકોટ) પર બુધવારે સાંજે 5 કલાકે લોકડાઉન બાદ રિયલ એસ્ટેટ ક્ષેત્ર પર આવનાર અસર અંગે ચર્ચા કરવામાં આવશે. આ વેબિનારમાં આવનાર સમયમાં રિયલ એસ્ટેટ માર્કેટની સ્થિતિ, અર્થતંત્રમાં બાંધકામ ઉદ્યોગનો હિસ્સો, ખરીદનાર અને રોકાણકારોને માર્ગદર્શન, અનેક પ્રશ્નો વિશે ચર્ચા અને નિરાકરણ અંગે નિષ્ણાતો ચર્ચા કરશે. રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશભાઇ ગજેરાએ જણાવ્યું હતું કે, રિયલ એસ્ટેટ આફ્ટર લોકડાઉન વિષયક વેબિનારમાં બિલ્ડરો આવનારા સમયમાં રિયલ એસ્ટેટ માર્કેટ, અર્થતંત્રમાં બાંધકામ ઉદ્યોગનો હિસ્સો, ખરીદનાર અને રોકાણકારોને માર્ગદર્શન, અનેક પ્રશ્નો અને તેના નિરાકરણની સમીક્ષા કરશે.  આ વેબિનારમાં અનેક બિલ્ડર્સ, તજજ્ઞો, રોકાણકારો, ખરીદનારાઓ, રિયલ એસ્ટેટ એજન્ટ ભાગ લેશે. આ વેબિનારમાં 1000થી વધુ લોકો લાઈવ વેબિનાર માણી શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો