વાતાવરણમાં પલટો:રાજકોટ અને ગોંડલમાં સવારથી હવામાન પલટાયું, હડમતાળામાં પડ્યા વરસાદી છાંટા,ખેડૂતો ચિંતાગ્રસ્ત, શિયાળુ પાકને નુકસાન થઈ શકે છે

રાજકોટ12 દિવસ પહેલા
હડમતાળામાં વરસાદી છાંટા વરસતા ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી
  • ગોંડલની આસપાસના ગામડામાં ધીરે ધીરે ઠંડી પણ વધી રહી છે

દેશના ઉત્તરીય ભાગમાં થયેલી હિમવર્ષાને પગલે ગુજરાતના પણ અનેક ભાગમાં ઠંડીનું જોર વધવા લાગ્યું છે. સૌરાષ્ટ્રમાં વરસાદ સમયસર આવવા અને કસમયે નહીં આવવા પર ગ્રામ્યના કૃષિક્ષેત્રનું અર્થતંત્ર નિર્ભર હોય છે ત્યારે આજે અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરની અસરતળે આજે રાજકોટ અને ગોંડલમાં સવારથી હવામાન પલટાયું છે અને વાદળો છવાયા છે. તો હડમતાળામાં વરસાદી છાંટા વરસતા ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી હતી. આ કમોસમી વરસાદને પગલે શિયાળુ પાકને નુકસાન થઈ શકે છે. હાલ હવામાનમાં પલટો આવતા ગોંડલની આસપાસના ગામડામાં ધીરે ધીરે ઠંડી પણ વધી રહી છે.

હાલ શહેરીજનોને ઠંડકનો અનુભવ થયો હતો
હાલ શહેરીજનોને ઠંડકનો અનુભવ થયો હતો
પરોઢિયે ઠંડીનો જોરદાર ચમકારો અનુભવવા મળે છે
પરોઢિયે ઠંડીનો જોરદાર ચમકારો અનુભવવા મળે છે
રાજકોટ શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયું
રાજકોટ શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયું

રાજકોટમાં શહેરીજનોને ઠંડકનો અનુભવ થયો
અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે રાજકોટ શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. હાલ શહેરીજનોને ઠંડકનો અનુભવ થયો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણની આગાહી કરાઈ છે.વેસ્ટર્ન ડિસ્ટર્બનસના કારણે રાજ્યમાં અલગ અલગ વિસ્તારમાં ચાર દિવસ હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે. જેને લઈ આજે સવારે રાજકોટમાં કેટલાક સ્થળોએ વરસાદી છાંટા પડ્યા હતા. કમોસમી વરસાદ પડવાના લીધે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી. વરસાદના કારણે ધીરે ધીરે ઠંડી પણ વધી રહી છે.

ગોંડલમાં સવારથી હવામાન પલટાયું છે
ગોંડલમાં સવારથી હવામાન પલટાયું છે

રાજ્યમાં ઉતરપૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે
રાજ્યમાં ઉતરપૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે.જેના કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થયો છે.ઠંડા પવનને કારણે લઘુતમ તાપમાનનો પારો ગગડ્યો છે. હાલમાં ઉત્તર-પૂર્વીય દિશાનો પવન જમીની સ્તરથી ફૂંકાઈ રહ્યો છે. હવામાન ખાતાએ આગાહી કરતા જણાવ્યું છે કે આગામી ચારથી પાંચ દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. મતલબ ઠંડી ઘટશે. જો કે હજુ પણ શહેરમાં મોડી રાત્રે અને પરોઢિયે ઠંડીનો જોરદાર ચમકારો અનુભવવા મળે છે. પાટનગર ગાંધીનગરના લોકો પણ ઠંડીની તીવ્રતા અનુભવી રહ્યાં છે. અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન 18.1 ડિગ્રી નોંધાયું હતું.

વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો વધી રહ્યો છે ( પ્રતિકાત્મક તસવીર)
વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો વધી રહ્યો છે ( પ્રતિકાત્મક તસવીર)

બંગાળની ખાડીમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ
બંગાળની ખાડીમાં સર્જાયેલી અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અરેબિયન સમુદ્ર તરફ આગળ વધી રહી છે, જેના પગલે ભેજવાળા પવન ગુજરાત તરફ આવતા હાલમાં ઉત્તર પૂર્વ તરફથી આવતા ઠંડા પવન સાથે ટકરાવાની સાથે રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે.વાદળછાયા વાતાવરણને પગલે દિવસ દરમિયાન તાપમાનમાં પણ ઘટાડો થવાની શક્યતા છે જો કે રાતના સમયમાં તાપમાનમાં વધુ ફેરફારની શક્યતા નહીંવત છે. રાજ્યમાં સૌથી વધુ ઠંડી 11.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા ખાતે નોંધાઈ હતી.