• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Wear Crime Branch At Ajit Lokhil's House In Paperkand Case In Rajkot, 5 Including Lokhil Were Taken To B Division Police Station In The Morning.

નજરકેદ:રાજકોટમાં પેપરકાંડ મામલે અજીત લોખીલના ઘરે ક્રાઇમ બ્રાન્ચનો પહેરો, સવારે લોખીલ સહિત 5ને બી.ડિવિઝન પોલીસ મથકે લઈ જવાયાં

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આ રાજકારણ નથી હિટલરશાહી છે - Divya Bhaskar
આ રાજકારણ નથી હિટલરશાહી છે
  • રાજકોટથી ગાંધીનગર વિરોધ પ્રદર્શનમાં જતા આપના 4 નેતાને પોલીસે ડિટેઈન કર્યા
  • દોષીઓને બચાવવા માટે ભાજપ સરકાર એડીચોટીનું જોર લગાવી રહી છે: અજીત લોખીલ

પેપરકાંડ મામલે ભાજપ સરકારને ઘેરવા આમ આદમી પાર્ટી મેદાને આવી છે. ગઈકાલે ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે આપના નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યા બાદ ભારે આક્ષેપો, પ્રતિઆક્ષેપો થયા હતા. જેને પગલે રાજકીય માહોલ ભારે ગરમ થયો છે. રાજકોટમાં અજીત લોખીલના ઘરે રાત્રે 12 વાગ્યા સુધી ક્રાઇમ બ્રાન્ચનો પહેરો રહ્યો હતો. તેમને નજર કેદ કરાયા હતા, સવારે લોખીલ સહિત પાંચ નેતાઓને ડિટેઇન કરી બી.ડિવિઝન પોલીસ મથકે લઈ જવાયા હતા.

6 ગાડીઓ સાથે મારા ઘરે મને નજર કેદ કર્યો
આ અંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને નેશનલ કાઉન્સિલ સદસ્ય અજીત લોખીલે જણાવ્યું કે, પેપર લિંક કૌભાંડનાં વિરોધમાં ગાંધીનગરમાં શાંતિ પૂર્ણ વિરોધ પ્રદર્શનને અટકાવવા રાજકોટમાં મારી ઘરે રાત્રે 12 વાગ્યાથી ક્રાઈમ બ્રાન્ચ, ડી-સ્ટાફની 6 ગાડીઓ સાથે મારા ઘરે મને નજર કેદ કરી સવારે 7 વાગ્યે રાજકોટ બી. ડિવિઝન પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે.

આ રાજકારણ નથી હિટલરશાહી છે
મારી સાથે મારા સાથીઓ 6 વાગ્યે મારા ઘરે આવતા એમને પણ ડિટેઇન કરી લેવાયા છે. રાજકોટ શહેર પ્રમુખ શિવલાલભાઈ પટેલ અને એમની સાથે દિનેશભાઈ જોષી, વાલજીભાઈ કણજારીયા, નરેન્દ્રભાઈ પ્રજાપતિને પણ લીંબડી પોલીસ દ્વારા અટકાવીને ડિટેઇન કરવામાં આવ્યા છે. તેમણે આક્ષેપો કરતા કહ્યું કે, લોકશાહી ખતમ થઈ ગઈ છે, આ રાજકારણ નથી હિટલરશાહી છે.

દોષીઓને બચાવવા માટે ભાજપ સરકાર એડીચોટીનું જોર લગાવી રહી છે
ગુજરાતના નાગરિકોને પોતાના ઘરની બહાર નીકળવાનો પણ અધિકાર નથી. પેપર લિંક કૌભાંડનાં દોષીઓને બચાવવા માટે ભાજપ સરકાર એડીચોટીનું જોર લગાવી રહી છે. ગુજરાતનાં લાખો યુવાનો સાથે થઈ રહેલ વારંવાર અન્યાય માટે આમ આદમી પાર્ટી ખરા અર્થમાં વિરોધ પક્ષ બનીને ગુજરાતના યુવાનોને ન્યાય અપાવવા લડી રહી છે ત્યારે ભાજપ સરકાર દ્વારા પોલીસનો બેફામ દુરૂપયોગ કરીને આમ આદમી પાર્ટીનાં ક્રાંતિકારીઓને રોકવાના પ્રયાસો થઈ રહ્યા છે.