તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • We Will Have To Wait For Four More Days For Rains, Tomorrow There Will Be Cyclonic Circulation In The Bay Of Bengal, There Will Be Partly Cloudy Weather.

વાતાવરણ:વરસાદ માટે હજુ ચાર દિવસ રાહ જોવી પડશે, કાલે બંગાળની ખાડીમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન બનશે, આંશિક વાદળછાયુ વાતાવરણ રહેશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસાદ ન આવતા તાપમાન 34.6 ડિગ્રીએ પહોંચ્યું

વરસાદ માટે હજુ ચાર દિવસની રાહ જોવી પડશે. હવામાન ખાતાની આગાહી મુજબ 27 ઓગસ્ટ એટલે કે કાલે શુક્રવારે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં સર્ક્યુલેશન બનશે અને સિસ્ટમ સક્રિય બન્યા બાદ 29 ઓગસ્ટથી વરસાદ આવવાની સંભાવના છે. જે 31 ઓગસ્ટ સુધી યથાવત્ રહેશે. બીજી તરફ વરસાદ નહિ આવવાને કારણે હાલ ગરમીનો પારો વધી રહ્યો છે. બુધવારે તાપમાન 34.6 ડિગ્રીએ પહોંચ્યું હતું. જોકે આંશિક વાદળછાયુ વાતાવરણ રહેશે.

બુધવારે સવારે 8.30 કલાકે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે આ સમયે હવામાં ભેજનું પ્રમાણ 81 ટકા હતું. પવન 10 કિલોમીટરની ઝડપે ફૂંકાયો હતો. જ્યારે આખા દિવસમાં મહત્તમ તાપમાનનો પારો 34.6 ડિગ્રીએ પહોંચ્યો હતો. જોકે સાંજના સમયે પવનની ઝડપ વધી ગઈ હતી અને 12 કિલોમીટર પ્રતિ કલાક ઝડપ રહી હતી. એક બાજુ વરસાદ છે નહિ અને બીજી તરફ તાપમાનનો પારો વધતો જાય છે.

ગરમીનો પારો વધારે હોવાને કારણે લોકો દિવસભર બફારો અનુભવી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, ચોમાસાના પ્રારંભે સારો વરસાદ થયા બાદ આજ સુધી અમુક િવસ્તારમાં માત્ર ઝાપટાં પડ્યા છે જેના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.

અન્ય સમાચારો પણ છે...