તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વોર્ડયાત્રા 2:ગુંડાઓનો ત્રાસ અને અસલામતીના આભાસના ડર વચ્ચે જીવીએ છીએ

રાજકોટ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નિયત સમયે કરની રકમ ભરીએ છીએ, છતાં પાયાની સુવિધાથી હજુ પણ વંચિત, મતદાનને લઇ નીરસતા

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ભાસ્કરની વોર્ડ યાત્રામાં સ્થાનિક રહેવાસીઓ તેમને પડતી હાલાકીને પણ વર્ણવી રહ્યા છે. વોર્ડ નં.2ની જો વાત કરવામાં આવે તો લોકો ગુંડાઓના ત્રાસથી અત્યંત કંટાળી ગયા છે અને બીજી તરફ સીસીટીવીની સાથે સુદૃઢ આરોગ્ય વ્યવસ્થા માટે પણ અપેક્ષા દાખવી રહ્યા છે. વોર્ડ નં.2ના સ્થાનિકો દ્વારા મળતી વિગતો મુજબ ઘણી પાયાની સુવિધાથી તેઓ વંચિત રહી રહ્યા છે.

તો બીજી તરફ રાજકોટ મનપાની ચૂંટણીમાં મતદાનને લઇ લોકોમાં નીરસતા પણ જોવા મળી રહી છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ જે પ્રતિનિધિ ચૂંટાઈ તેઓએ દર 3 મહિને લોકોનો સંપર્ક સાધવો જોઈએ અને તેમની તકલીફ અને તેઓની સમસ્યાને ઓળખી તેનું નિવારણ લાવવું જોઈએ. અને જે કોર્પોરેટર પોતાની ગ્રાન્ટ નથી વાપરી શકતા તેઓએ પણ વિચારવું જોઈએ કે બાકી રકમ લોકોની સુખાકારી અને સલામતી માટે કેવી રીતે વાપરી શકાઈ. હાલની સ્થિતિને ધ્યાને લઇ સ્થાનિકો મતદાનનો બહિષ્કાર કરશે તેવું વાતાવરણ પણ જોવા મળ્યું છે, તો ક્યાંક લોકો ઉમેદવારને જોઈ મતદાન કરશે તો નવાઈ નહીં. લોકોનું માનવું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રતિનિધિ શિક્ષિતની સાથે ગણેલા પણ હોવા જોઈએ અને કામમાં થીગડાં નહિ પરંતુ પૂર્ણતઃ પૂરું કરવું જોઈએ.

પીધેલી હાલતમાં કાતર દેખાડી ગુંડાઓ અનેક વખત રૂપિયા પડાવી જાય છે
વોર્ડ નં.2માં લોકોને સલામતીને લઇ ઘણા પ્રશ્નો ઊભા થયા છે. જેમાં વ્યાપારીઓને ગુંડાઓ અને અવારા તત્ત્વો છરી, કાતર દેખાડી અનેક વખત રૂપિયા પડાવી જાય છે. એવી જ રીતે અનેક વિસ્તારો જેવા કે ભોમેશ્વરમાં પરપ્રાંતીયો લોકો વધુ હોવાથી ચોરીના બનાવો પણ વધી રહ્યા છે. વિસ્તારમાં સીસીટીવીના હોવાના કારણે ચોરી પર સહેજ પણ રોક લાગતી નથી અને આરોપીને પણ પકડી શકાતા નથી. આ વિસ્તારમાં સ્ટ્રીટલાઈટ ખૂબ ઓછી હોવાના કારણે વિસ્તાર અંધકારમય થઇ ગયો છે.

મનપાની ઓનલાઈન સુવિધા અસરકારક
સ્થાનિકોના મત મુજબ મહાનગરપાલિકા દ્વારા જે ઓનલાઈન સુવિધા આપવામાં આવી છે તેના ઉપયોગથી નગરસેવકો પાસે જવું પણ નથી પડતું. અનેક વખત સ્થાનિકોને કામ અર્થે કોર્પોરેટર્સ પાસે ધક્કા ખાવા પડે છે છતાં કોઈ જ યોગ્ય ઉકેલ આવતો નથી, ત્યારે લોકો જો સહેજ પણ હોશિયાર અને જાગૃત થાય તો તેઓ ઓનલાઈન સેવાનો લાભ લઇ શકે અને તેમની તકલીફોનું નિવારણ પણ લાવી શકે. સ્થાનીકોના જણાવ્યા મુજબ આગામી સમયમાં કોઇ કોર્પોરેટર નહીં આવે તો પણ વાંધો નથી.

આ છે લોકોની અપેક્ષા

 • વિસ્તારમાં આરોગ્ય સેવા વધુ અદ્યતન રીતે વિકસાવી જોઈએ.
 • દર 3 મહિને નગરસેવકોએ લોકો સાથે વાર્તાલાપ કરી તેમની તકલીફ જાણવી જોઈએ.
 • કોર્પોરેટર શિક્ષિતની સાથે ગણેલા પણ હોવા જોઈએ.
 • ચૂંટાયેલા પ્રતિનિધિના સ્વર બદલાવા ન જોઈએ.
 • કોર્પોરેટર્સની વધેલી ગ્રાન્ટનો સદુપયોગ થવો જોઈએ.

વોર્ડ નં. 2ના મતદારો
પુરુષ મતદાર - 27362
મહિલા મતદાર - ​​​​​​​27003
કુલ મતદાર - 54365
કુલ બૂથ - 51

 • ગત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં.2ની તમામ બેઠકો ભાજપ પક્ષે જીતી હતી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો