તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્સક્લૂઝિવ:કોરોનાની પહેલી લહેરમાં દર્દીના શરીરમાં AC ટુ રીસેપ્ટર હતો, બીજી લહેરમાં નવો રિસેપ્ટર CD 147 આવ્યો, આથી તાવ અને ન્યૂમોનિયા વધુ દિવસ રહે છેઃ ડો ગોર્ડન

રાજકોટ2 મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • લોકો હાલ કોરોના ન થાય તે માટે મીથેલીન બ્લ્યુ લઇ રહ્યાં છે જે અંધવિશ્વાસથી વધુ કંઈ નથી

કોરોનાની પહેલી લહેર કરતા બીજી લહેર ઘાતક બની છે ત્યારે મૂળ ભારતના પંજાબના વતની અને ક્લેકટરે ખાસ નિમેલા ડો.ગોર્ડન નોરાન્હા ગુજરાત સરકારે રાજકોટમાં ત્રણ માસ કોરોના દર્દીઓ પર ઓબ્ઝર્વેશન માટે નિયુક્ત કર્યા છે. તેમણે જણાવ્યું છે કે, લોકો હાલ કોરોના ન થાય તે માટે મીથેલીન બ્લ્યુ લઇ રહ્યાં છે જે અંધવિશ્વાસથી વધુ કંઈ નથી. લેબમાં વપરાતા આ કેમિકલથી યુરીન બ્લ્યુ અથવા ગ્રીન આવે છે. જેનાથી દર્દીને ઉલ્ટી, કળતર સહિતના લક્ષણો જોવા મળે છે. લાંબા ગાળે આડઅસરની સંભાવના છે. કોરોનાની પહેલી લહેરમાં દર્દીના શરીરમાં AC ટુરીસેપ્ટર હતો જ્યારે આ વખતે બીજી લહેરમાં નવો રીસેપ્ટર CD 147 આવ્યો છે. જેથી તાવ અને ન્યૂમોનિયા વધુ દિવસ રહે છે.

ડો.ગોર્ડન રોજના 300 જેટલા કોરોના દર્દીઓનું ઓબ્ઝેર્વેશન કરી રહ્યાં છે
સર્વેલન્સ મેડિકલ ઓફિસર છેલ્લા 10 દિવસથી રાજકોટમાં કેન્સર હોસ્પિટલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોવિડ હોસ્પિટલમાં સવારથી સાંજ સુધીમાં દર રોજના 300 જેટલા કોરોના દર્દીઓનું ઓબ્ઝર્વેશન કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે જે ફેફસાંમાં તાવ અને ન્યુમોનિયા વધુ દિવસો રહે છે.તેઓ વધુમાં કહે છે કે, કોરોનાના માઈલ્ડ દર્દીઓને હોમ અઈસોલેટ તો મોડરેટ, સિવિયર અને ક્રિટીકલ પેશન્ટને હોસ્પિટલમાં સારવારની સલાહ આપવામાં આવે છે. કોરોનાની પહેલી લહેરમાં વાયરસનો લોડ ઓછો હોવાથી તાવ સહિતના લક્ષણો ઓછા દિવસો રહેતા હતા જ્યારે આ વખતે તાવ વધુ દિવસો રહેતો હોવાથી ઓક્સિજન ઘટવું સહિતની સમસ્યા સર્જાય છે.

ડો.ગોર્ડન રોજ 300 દર્દીનું ઓબ્ઝર્વેશન કરી રહ્યાં છે.
ડો.ગોર્ડન રોજ 300 દર્દીનું ઓબ્ઝર્વેશન કરી રહ્યાં છે.

ડો.ગોર્ડને આ સવાલોના જવાબ આપ્યા
સવાલઃ દર્દીઓનું ઓક્સિજન લેવલ ઘટવાનું કારણ શું?

જવાબઃ બ્લડ સેલ્સ, WBCમાં ક્લોટ શેર્મહાય હોય અને હાયપોક્સીયાને લીધે દર્દીઓનું ઓક્સિજન ઓછું થઇ જાય છે. 60થી ઓછું ઓક્સિજન હોય તો દર મિનીટે 4 લીટર ઓકિસજન આપવું પડે છે. સાથે જ દર્દીને પેવીશવિર અને રેમડેસિવિર આપવાનું શરુ કરાય છે.

સવાલઃ કોરોના બાદ મ્યુકરમાઈકોસિસ કેવા દર્દીને થાય છે?

જવાબઃ કોરોના બાદ મ્યુકરમાઇકોસિસ અંગે જણાવ્યું હતું કે, ડાયાબિટીશ વધુ હોય તેવા લોકોમાં પણ ભાગ્યે જ આ ઇફેક્શનરૂપ રોગ થાય છે. મારા 10 દિવસના ઓક્ઝર્વેશનમાં આ પ્રકારનો એક કેસ મંગળવારે કેન્સર કોવિડ હોસ્પિટલમાં જોવા મળ્યો હતો. જે પુરુષ દર્દીને સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કરાયો છે. જોકે આ પ્રકારના કિસ્સા રાજકોટમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં છે.

ફાઇલ તસવીર.
ફાઇલ તસવીર.

સવાલઃ ઇમ્યુનિટી વધારવા શું કરવું જોઇએ?

જવાબઃ હાલ લોકોએ ઇમ્યુનિટી વધારવા માટે વિટામીન સીની સેલીન અમે લીમ્સી ટેબ્લટ દિવસમાં બે વખત લઇ શકાય જ્યારે વિટામીન બી કોમ્પ્લેક્ષની ટેબ્લેટ લોકો લઇ શકે છે. આ સાથે જ લોકોએ ફળ ખાવા ઉપરાંત પ્રોટીન વધારતું ભોજન અને પાણી વધુ પીવું જોઇએ.

સવાલ-સિટી સ્કેનથી કેન્સર, રેમડેસિવિરથી ડાયાબીટીસ થાય તે હકીકત છે?

જવાબઃ કોરોના દર્દીને જો તબીબની સલાહ હોય તો સિટી સ્કેન કરાવવું પડે છે. કારણ કે તેનાથી દર્દીને કેટલું ઇન્ફેક્શન છે તે ખ્યાલ આવે છે. જોકે તબીબીસલાહ વિના સિટી સ્કેન ન કરાવવું જોઇએ. કારણ કે, તેમાં 40 એક્સ-રે જેટલા રેડિયેશન હોય છે. આ ઉપરાંત રેમડેસિવર ઇન્જેક્શન આપવાથી ડાયાબિટીશ થાય છે તે પણ હકીકત નથી.

અન્ય સમાચારો પણ છે...