શું તંત્ર તમાશો જોશે?:આટકોટના કૈલાસનગર વિસ્તારમાં પાણીનો ટાંકો હજુ ભીનાશથી દૂર!

આટકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગ્રામ પંચાયતે ગ્રાન્ટના ઉપયોગથી ટાંકો બનાવી તો દીધો પરંતુ તેનો ઉપયોગ શરૂ કરવામાં તંત્રને ક્યું ગ્રહણ નડે છે તે જ સમજાતું નથી. - Divya Bhaskar
ગ્રામ પંચાયતે ગ્રાન્ટના ઉપયોગથી ટાંકો બનાવી તો દીધો પરંતુ તેનો ઉપયોગ શરૂ કરવામાં તંત્રને ક્યું ગ્રહણ નડે છે તે જ સમજાતું નથી.
  • ખરા ઉનાળે તેમાંથી પાણી વિતરણ કરવાને બદલે ટાંકો શો પીસ બનીને ઊભો છે
  • 23 લાખના ખર્ચે બનેલા ટાંકા ભરીને પાણી આપવાને બદલે તંત્ર તમાશો જુએ છે

ભાસ્કર ન્યૂઝ| આટકોટના કૈલાસ નગરમાં સરકારની ગ્રાન્ટમાંથી ૨૩ લાખના ખર્ચે બનાવાયેલા પાણીના ટાંકાને એક વર્ષ પૂરું થયું છતાં હજી પણ શરૂ કરવામાં આવ્યા નથી, આ પાણીના ટાંકા શરૂ કરવા માટે મહિલાઓએ આંદોલન પણ કર્યું હતું છતાં કોઈ પણ પગલા લીધા ન હતા માત્ર સતાઘિશો રજૂઆત કરી શક્યા, પાણીના ટાંકા શરૂ ન કરી શક્યા. પીજીવીસીએલ દ્વારા રજિસ્ટ્રેશન કરવામાં પણ અસહ્ય ઢીલ કરાઇ રહી છે. પંચાયતની મુદત પણ હવે પૂર્ણ થતા હવે વહીવટદારની નિમણૂંક કરવામાં આવી છે, જેને પાંચ દિવસ દિવસ જેવો સમય થયો પણ હજી આ બાબતે કોઇ જ નિર્ણય લેવાયો નથી. આથી લોકોમાં એક જ ચર્ચા ચાલે છે કે આ ઉનાળો પણ આ રીતે ખાલી ટાંકા જોઇને જ કાઢવાનો રહેશે? નર્મદા નીરનું કનેક્શન પણ ટાંકાને આપવામાં આવ્યું છે પણ વીજ પુરવઠાના વાકે કામગીરી અટકી છે, આથી સંબંધિત તંત્ર આ મુદાને ગંભીરતાથી લે તે આવશ્યક છે. આ ઉનાળામાં લોકોને આ ટાંકાનો લાભ નહિ મળે તો સરકારનો લાખો રૂપિયાનો ખર્ચ પાણી મા જશે. હવે કયારે ટાંકાનું મુહૂર્ત કરવામાં આવે તેવી લોકોને આશ છે.

અન્ય સમાચારો પણ છે...