રાજકોટમાં સતત 3 દિવસ પાણીકાપ:વોર્ડ નં.1 થી 5, 7 થી 10 અને 14માં પાણી પુરવઠો સ્થગિત, પમ્પીંગ સ્ટેશન સ્ટેશનનું રીપેરીંગ શરુ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

રાજકોટમાં ગત ચોમાસાની સિઝનમાં પૂરતા વરસાદથી તમામ ડેમો ઓવરફ્લો થઈ ગયા હતા. જો કે હજી શિયાળો પણ પૂરો થયો નથીને રાજકોટ મ્યુનિસિપિલ કોર્પોરેશન આગોતરા આયોજનના ભાગરૂપે સરકાર પાસે સૌની યોજના મારફત આજી અને ન્યારી ડેમમાં 1350 એમસીએફટી નર્મદા નીર જાન્યુઆરી મહિનાથી ઠાલવવાની માગણી કરી હતી. કારણ કે આજી અને ન્યારી ડેમમાં 3 મહિના ચાલે તેટલું જ પાણી છે. ત્યારે નર્મદાના નીર ઠલવાય એ પૂર્વે પમ્પીંગ સ્ટેશન સ્ટેશનનું રીપેરીંગ શરુ કરવામાં આવ્યું છે. જેથી શહેરમાં સતત 3 દિવસ પાણીકાપ મુકવામાં આવ્યો છે.

ટેકનીકલ કામગીરી શરુ
2023ના નવા કેલેન્ડર વર્ષના પ્રારંભે કડકડતી ઠંડીમાં રાજકોટ મનપાએ ક્રમશ: વોર્ડવાઇઝ તા.5થી 3 દિવસ સુધી પાણીકાપ જાહેર કરી છે. જેને પગલે જીડબલ્યુઆઇએલ દ્વારા એરવાલ્વ અને પમ્પીંગ સ્ટેશન પર જરૂરી રીપેરીંગ માટે તા.5 થી 7 સુધી 10 વોર્ડમાં વિસ્તાર મુજબ પાણી વિતરણ બંધ રહેશે. 18 વોર્ડ પૈકી 10 વોર્ડમાં 3 દિવસ સુધી શટડાઉન લેવામાં આવનાર છે. ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર દ્વારા નર્મદા આધારીત એન.સી. પાઇપલાઇન પર વાલ્વ રીપેરીંગ સહિતની ટેકનીકલ કામગીરી કરવાની શરુ કરવામાં આવી છે.

આ વિસ્તારમાં પાણી વિતરણ બંધ
મનપાના ન્યારા ઓફટેક, બેડી ફિલ્ટર પ્લાન્ટ પર પૂરતું પાણી સપ્લાય થવાનું નથી જેથી તા.પના ગુરૂવારે જંકશન-ગાંધીગ્રામ ઝોનના વોર્ડ નં. 1 પાર્ટ, 2 પાર્ટ, 3 પાર્ટ, 9 પાર્ટ, તા. 6ના શુક્રવાર ગ્રીનલેન્ડ, રીંગ રોડ અને સોજીત્રાનગર ઝોનના વોર્ડ નં.2 પાર્ટ, 4 પાર્ટ, 5 પાર્ટ, 8 પાર્ટ, 9 પાર્ટ, 10 પાર્ટ અને તા. 7ના શનિવારે જિલ્લા ગાર્ડન, રેલનગર, બજરંગવાડી ઝોનના વોર્ડ નં. 2 પાર્ટ, 3 પાર્ટ, 7 પાર્ટ અને 14 પાર્ટમાં પાણી વિતરણ નહીં થાય. તબકકાવાર વોર્ડ નં.2, 3 અને 9ના તમામ વિસ્તારમાં પાણી વિતરણ વારાફરતી બંધ રહેશે. જયાં પાણી વિતરણ બંધ રહેવાનું છે.

અન્ય સમાચારો પણ છે...