• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Water Lines Have Not Reached More Than 34000 Houses In The City, The Municipality Is Asking For Time Till 2025, 3000 Tankers Are Running Daily.

ભાસ્કર એક્સકલૂઝિવ:શહેરમાં 34000થી વધુ ઘર સુધી નથી પહોંચી પાણીની લાઈન 2025 સુધીનો સમય માગતી મનપા, રોજ દોડે છે 3000 ટેન્કર

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાજકોટમાં નળવિહીન પરિવારોની સંખ્યા મેળવીને મહાનગરપાલિકા તંત્ર પાસે પ્રજા વતી ભાસ્કરે માગ્યો એક્શન પ્લાન
  • વોર્ડ નં. 2, 3, 4, 5, 9, 12 અને 13ના ઘણા વિસ્તારોમાં લાઈન નાખવા માટે હજુ ટેન્ડર પણ બન્યા નથી

રાજકોટ શહેરમાં ઘણા વિસ્તારોમાં પાણીની અછત છે કારણ કે ત્યાં સુધી હજુ પાણીની લાઈન પહોંચી નથી. અવારનવાર મનપા કચેરીએ પાણી માટે ધરણાં થાય છે, ટોળાં આવે છે પણ તેમને માત્ર આશ્વાસન જ મળે છે કદી સ્પષ્ટ જણાવાતું નથી કે ક્યારે પાણીની સમસ્યા હલ થશે. રાજકોટ શહેરમાં 34000થી વધુ પરિવારો સુધી હજુ પાણીની લાઈન પહોંચી નથી આ સંખ્યા ખૂબ મોટી છે તેથી દિવ્ય ભાસ્કરે પ્રજા વતી તંત્ર પાસે એક્શન પ્લાન શું છે તે જાણ્યો હતો.

2025 સુધીમાં દરેક ઘરે નળ પહોંચી જશે:મનપા
​​​​​
જેમાં મનપાએ દાવો કર્યો છે કે, 2025 સુધીમાં દરેક ઘરે નળ પહોંચી જશે અને આ માટે અડધા વિસ્તારોમાં કામ ચાલુ છે જ્યારે બાકીના વિસ્તારોમાં અમૃત યોજના 2.0ની ગ્રાન્ટની અપેક્ષાએ ટેન્ડર બની ગયા છે અને બની રહ્યાં છે. ખરેખર કામ થઈ રહ્યું છે તે માટે માત્ર ટેન્ડરની વિગતો જ નહિ પણ ક્યા વિસ્તારોમાં છે તેની સોસાયટીના નામ પણ મેળવ્યા હતા. આ બધી જ સોસાયટીઓમાં જો પાણીની લાઈન નાખવામાં આવે તો રાજકોટ શહેરની પાણીની માંગ 22 મિલિયન લિટર પ્રતિ દિવસ વધશે. જેમાં સૌથી મોટો ભાગ વેસ્ટ ઝોનનો હશે અને હાલની 350ની ક્ષમતાની સામે 166 એમએલડી માત્ર પશ્ચિમ વિસ્તારને જરૂર પડશે.

રાજકોટમાં સમાવાયેલા કોઠારિયામાં પણ હજુ કામ પૂરું થયું નથી
હાલ જ્યાં કામ ચાલુ છે અથવા તો હજુ હાથમાં નથી લેવાયા તેમાં વોર્ડ નં. 2, 3, 4, 5, 9, 12, 13ના વિસ્તારો છે મુખ્યત્વે નવા ભળેલા વિસ્તારો છે પણ વર્ષો પહેલા રાજકોટમાં સમાવાયેલા કોઠારિયામાં પણ હજુ કામ પૂરું થયું નથી. આ તમામ સ્થળોએ દરરોજ 3000થી વધુ ટેન્કર દોડાવાય છે જોકે ટેન્કરથી મનપા પાણી પહોંચાડે છે તે કદી પૂરું પડતું નથી .

ક્યા વિસ્તારોમાં કામ ચાલુ અને ક્યા હજુ પણ કામ બાકી તે વિસ્તારોની સ્થિતિ

ઈસ્ટઝોન
પાણીની લાઈનનું કામ ચાલુ છે તે વિસ્તારો

  • વોર્ડ નં. 4માં ખોડલધામ, શિવાલય રેસિડેન્સી, મોરબી રોડ જકાતનાકાથી રાઘવેન્દ્ર આશ્રમ સુધી
  • વોર્ડ નં. 18માં આદર્શ શિવાલય પાર્ક, રોકડિયા પાર્ક, ખોડલધામ-4, ભૂતનાથ સોસાયટી, શ્રમજીવી સોસાયટી, જનાર્દન પાર્ક, ભુવનેશ્વરી સોસયાટી, શિવમ પાર્ક, શ્યામ સુંદર પાર્ક, વૃંદાવન સોસાયટી

પાણીની લાઈન નથી અને ટેન્ડર નથી થયા તે વિસ્તારો

  • વોર્ડ નં. 4 : ટીપી-15 અને 31ના નવા વિસ્તારો અને હરસિદ્ધિ ઈન્ડસ્ટ્રીઝ એરિયા
  • વોર્ડ નં. 5 : મંછાનગર, ભીમરાવનગર,
  • વોર્ડ નં. 18 : નવી 17 સોસાયટી કે જેના નામકરણ બાકી છે

સેન્ટ્રલ ઝોન
પાણીની લાઈનનું કામ ચાલુ છે તે વિસ્તારો

  • વોર્ડ નં. 3માં માધાપર, મનહરપુર-1
  • વોર્ડ નં.13માં વાવડી-કોઠારિયા ઈન્ડસ્ટ્રિયલ વિસ્તાર

વેસ્ટ ઝોન
પાણીની લાઈનનું કામ ચાલુ છે તે વિસ્તારો

  • વોર્ડ નં. 1 : મચ્છુનગર આવાસથી જામનગર રોડ હાઈવે, ઘંટેશ્વર ગોડાઉન રોડ, નાગેશ્વર વિસ્તાર, વર્ધમાનનગર
  • વોર્ડ નં. 9 : મુંજકા, સંજય વાટિકા, પ્રશીલ પાર્ક
  • વોર્ડ ન. 11 : મોટામવા ફેઝ-1
  • વોર્ડ નં. 12 : શ્રીનાથજી સોસાયટી, પુનિતનગર મેઈન રોડ, આર્યમાન રેસિડેન્સી, આંગન રેસિડેન્સી

પાણીની લાઈન નથી અને ટેન્ડર પણ નથી થયા તે વિસ્તારો

  • વોર્ડ નં. 9 : મુંજકાના નવા વિસ્તાર
  • વોર્ડ ન. 12 : પુનિતનગર 80 ફૂટ રોડથી વગડ ચોક, પ્રમુખ એક્ઝોટિકા, પ્રગટેશ્વર મહાદેવ મંદિરની સામેનો ભાગ, વાવડી કાંગશિયાળી રોડ, લક્ષ્મીનારાયણ પાર્ક, સત્યનારાયણ પાર્ક
અન્ય સમાચારો પણ છે...