બેદરકારી:કાલાવડ રોડ પર પાણીનો સતત દોઢ માસથી વેડફાટ, અધિકારીઓએ કહ્યું, પાઇપ બદલ્યા બાદ લિકેજ બંધ થશે

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છેલ્લા દોઢ માસથી કાલાવડ રોડ પર પીવાના પાણીની મુખ્ય લાઇન લીકેજ હોવાથી પાણીનો વેડફાટ થઇ રહ્યો છે અને આ અંગે સ્થાનિક કોંગ્રેસના કોર્પોરેટરે મનપામાં રજૂઆત કરી હોવા છતાં પાણીનો બગાડ અટક્યો નથી. મનપાના અધિકારીઓનું કહેવું છે કે જ્યા સુધી નવી પાઇપલાઇન નાખવામાં નહીં આવે ત્યા સુધી આ વેડફાટ અટકે તેમ નથી.

ડક લાઇન કરી સીધુ સ્ટોર્મ ડ્રેનેજમાં પાણી વહાવી દેવામાં આવે છે
વોર્ડ નં.10ના કોંગ્રેસના કોર્પોરેટર મનસુખ કાલરિયાએ જણાવ્યું હતું કે કાલાવડ રોડ પર  જડ્ડુસ રેસ્ટોરન્ટ પાસે ન્યારી ફિલ્ટરની મેઇન લાઇનમાંથી આંબેડકરનગરના ખૂણે જંક્શનથી જીવરાજપાર્ક તરફની લાઇન સાવ જર્જરિત થઇ ગઇ છે. જેના કારણે વારંવાર આ લાઇન તૂટે છે, લીક થાય છે.તેથી લાગુ વિસ્તારમાં ઓછા ફોર્સથી પીવાનુ પાણી મળવાની કાયમ ફરિયાદો રહે છે. લીકેજનું પાણી રોડ પર ન આવે તે માટે ડક લાઇન કરી સીધુ સ્ટોર્મ ડ્રેનેજમાં પાણી વહાવી દેવામાં આવે છે. દરરોજના લગભગ 12થી 14 કલાક પાણી સતત ડ્રેનેજમાં વહી જાય છે. આ અંગે મનપાના સીટી ઇજનેર, વોર્ડ ઇજનેર સહિતનાઓને રજૂઆત કરવામાં આવી તો જવાબ મળે છે કે જ્યા સુધી નવી લાઇન નહી નાખવામાં આવે ત્યા સુધી લીકેજ થશે. નવી લાઇન નાખવા માટે કમિશનર સમક્ષ દરખાસ્ત મોકલી આપી છે.

અન્ય સમાચારો પણ છે...