ચોમાસું ગયું ને પાણીના ધાંધિયા શરૂ:આટકોટના કૈલાસનગર વિસ્તારમાં આઠ દિવસે થાય છે પાણીનું વિતરણ !

આટકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામ આખામાં ત્રણ દિવસે પાણી અપાય, જ્યારે આ વિસ્તાર સાથે જ અન્યાય

આટકોટના કૈલાશનગર વિસ્તારમાં આઠ દિવસે પાણીનું વિતરણ કરવામાં આવતાં લોકોમાં રોષની લાગણી ફરી વળી છે. તહેવારો નજીક આવી રહ્યા છે, લોકો સાફસફાઇમાં વ્યસ્ત હોય ત્યારે પાણીનો વપરાશ સામાન્ય દિવસો કરતાં વધુ હોય ત્યારે જ ગ્રામ પંચાયત દ્વારા નિયમિત પાણી ન અપાતાં પંચાયતની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.

આટકોટમાં દર ત્રણ દિવસે પાણી વિતરણ થાય છે, જ્યારે કૈલાશનગરમાં આઠ દિવસે પાણી અપાઇ રહ્યું છે. હજુ તો ચોમાસાએ વિદાય લીધી ત્યાં જ પાણીના ધાંધિયા શરૂ થઇ ગયા છે તો ઉનાળો કેવો જશે તેની ચિંતા અત્યારથી લોકોમાં પેસી ગઇ છે.

આઠ દિવસ ચાલે તેટલું પાણી ભરી લેવાના સાધનો તો ક્યાંથી હોય અને અહીં કોઇ સરકારી દાર નથી. પાણી પુરવઠા વિભાગે નર્મદાનું કનેક્શન આપ્યું હોવા છતાં ગ્રામ પંચાયતની આળસના કારણે પાણી માટે વલખાં મારી રહ્યા છે. કોંગ્રેસ મહામંત્રી ઝાપડિયાએ જણાવ્યું હતું કે ગામમાં ત્રણ દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે, કૈલાસનગર વિસ્તારમાં આઠ દિવસે શા માટે ? હાલ ગ્રામપંચાયત વહીવટદારનું શાસન છે ત્યારે વહીવટદાર વધુ ધ્યાન આપી પાણી વિતરણ વ્યવસ્થિત કરાવે તેવી માંગ કરી હતી. વહીવટદાર દ્વારા સરકારમાં મંજુર થઈ ગયેલા ટાંકાઓ ચાલુ કરાવી દીધા છે, હવે જો નર્મદાનું કનેક્શન ડાયરેક્ટ આપવામાં આવે તો લોકોને પાણી મળી રહે. ક્યારેક પાણી વિતરણમાં લાઇટ નડે, ક્યારેક પાણી જ ન હોય.

બીજી તરફ પાણી વિતરણ જે લાઇનમાંથી થાય છે તે લાઇન તૂટી ગયેલી હાલતમાં હોય, રિપેરિંગ થઇ રહ્યું હોવાના બહાના પંચાયત આગળ ધરી રહી છે. લોકોને આટઆટલી હાડમારી સહેવાની સાથે સંપમાંથી પાણી સીંચવાની નોબત આવી પડી છે.

અન્ય સમાચારો પણ છે...